KGF 3માં યશ કરશે ધમાલ, નેક્સ્ટ ફિલ્મમાં ખતરનાક સીનને લઇને કર્યો ખુલાસો
'કેજીએફ ચેપ્ટર 2’ બૉક્સ ઓફિસ પર સતત ધમાલ મચાવી રહી છે. છેલ્લા તમામ રેકોર્ડ્સ તોડતા આ ફિલ્મ બહુ જલ્દી 1000 કરોડ રૂપિયાની કમાણીના આંકડાને પાર કરવાની છે.
KGF 3 New Details: 'કેજીએફ ચેપ્ટર 2’ બૉક્સ ઓફિસ પર સતત ધમાલ મચાવી રહી છે. છેલ્લા તમામ રેકોર્ડ્સ તોડતા આ ફિલ્મ બહુ જલ્દી 1000 કરોડ રૂપિયાની કમાણીના આંકડાને પાર કરવાની છે. ફિલ્મ ‘કેજીએફ 2’ જોઇ ચૂકેલા તમામ દર્શકોના મનમાં હવે એક જ સવાલ છે કે આ ફિલ્મનો ત્રીજો પાર્ટ એટલે કે કેજીએફ 3 ક્યારે બનશે ?
આ સવાલ પાછળ અનેક તર્ક રહેલા છે, પહેલો તર્ક છે કે આ ફિલ્મ અત્યાર સુધી 900 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરી ચૂકી છે. આવામાં વધુ કમાણી કરવા માટે મેકર્સ આગળનો પાર્ટ જરૂર બનાવશે.
વળી, બીજો તર્ક એ છે કે કેજીએફ 2ને ઓપન એન્ડિંગ આપવામા આવી છે, જેથી માની શકાય કે ત્રીજો ભાગ બનાવવાની સંભાવનાઓ ખુલ્લી છે. રિપોર્ટ્સનુ માનીએ તો ફિલ્મના એક્સિક્યૂટીવી પ્રૉડ્યૂસર કાર્તિક ગોડાએ એ વાતની પુષ્ટી કરી છે કે કેજીએફ 3ના પ્રી પ્રૉડક્શનનુ કામ શરૂ થઇ ચૂક્યુ છે. જોકે, આનાથી વધારે કંઇ માહિતી નથી. જોકે હવે કેજીએફના લીડ એક્ટર યશે મૌન તોડતા કહ્યું કે, તેમના અને ડાયરેક્ટર પ્રશાંત નીલ સાથે ઓલરેડી ત્રીજા પાર્ટ માટે ચર્ચા થઇ ચૂકી છે.
યશનુ માનીએ તો તેના અને પ્રશાંતના દિમાગમાં કેટલાક સીન્સ પણ છે, યશ કહે છે કે મે અને નીલે પહેલાથી જ કેટલાક સીન્સ વિચારી રાખ્યા છે, એવુ કેટલુય હતુ જે અમે ચેપ્ટર 2માં નથી કરી શક્યા, એટલે અમે જાણીએ છીએ કે હજુ ઘણાબધા ધાંસૂ એક્શન સીન્સની બાકી છે.
આ પણ વાંચો......
એપ્રિલમાં અમદાવાદમાં ગરમીએ દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો, રાજ્યમાં આગામી 5 દિવસ યલો એલર્ટની આગાહી
Urine Frequency:દિવસમાં કેટલી વખત યુરિન જવું છે સામાન્ય, કઇ સ્થિતિમાં થઇ જવું જોઇએ એલર્ટ
Face Fat:ફેસ ફૂડની સમસ્યાથી મેળવો છુટકારો, બંધ કરો આ ફૂડનું સેવન
ગુજરાતમાં એક જ દિવસે 4-4 હત્યાથી ખળભળાટઃ કચ્છમાં પત્ની-પુત્રની હત્યા, સુરતમાં પત્નીએ કરી પતિની હત્યા