શોધખોળ કરો
Advertisement
સંજય દત્ત બાદ હવે રવીના ટંડનની 'KGF ચેપ્ટર 2'માં થઈ એન્ટ્રી
ફિલ્મ KGFના બીજા પાર્ટ 'KGF ચેપ્ટર 2'માં બોલીવૂડ અભિનેતા સંજય દત્ત બાદ હવે એક્ટ્રેસ રવીના ટંડનની એન્ટ્રી થઈ છે.
મુંબઈ: ફિલ્મ KGFના બીજા પાર્ટ 'KGF ચેપ્ટર 2'માં બોલીવૂડ અભિનેતા સંજય દત્ત બાદ હવે એક્ટ્રેસ રવીના ટંડનની એન્ટ્રી થઈ છે. આ ફિલ્મમાં રવીના તે સમયના વડાપ્રધાન રમિકા સેનની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મને પ્રશાંત નીલ ડિરેક્ટર કરી રહ્યા છે. 'KGF ચેપ્ટર 2' ફિલ્મ જુલાઈ 2020માં રિલીઝ થઈ શકે છે.
રવીના ટંડન ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ 'ખાનદાની શફાખાના' માં ખાસ રોલમાં જોવા મળી હતી. અગાઉ વર્ષ 2015માં રવીનાએ બોમ્બે વેલવેટથી ઈન્ડસ્ટ્રીમાં કમબેક કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2017માં રવીનાની ત્રણ ફિલ્મ આવી હતી. રવીના ટંડન ટેલીવિઝન રિયાલીટી શોમાં જજ તરીકે પણ જોવા મળી હતી. માત્ર 50-80 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ KGF 243-250 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 'KGF ચેપ્ટર-2'માં યશ, સંજય દત્ત, શ્રીનિધિ શેટ્ટી, અનંત નાગ, માલવિકા અવિનાશ જેવા સ્ટાર્સ જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement