શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
1994માં આ પ્રશ્નનો જવાબ આપીને ઐશ્વર્યા રાયે જીત્યો હતો મિસ વર્લ્ડનો તાજ
2017માં મિસ વર્લ્ડ માનુષી છિલ્લરને તેની ઉદારતા અને જાગરૂકતા ફેલાવવાના કામ માટે ઓળખાય છે.
મુંબઈઃ વિશ્વભરમાં થનારા બ્યૂટી કોન્ટેસ્ટમાં વિજેતાનો માત્ર સારો લુક્સ જ નહીં પણ તેની સમજ અને નેચરને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આપણી કેટલીક ભારતીય બ્યૂટીઝ જેમ કે સુષ્મિતા સેન, ઐશ્વર્યા રાય બચ્ચન, માનુષી છિલ્લ તેમના ક્લાસિક ઉદાહરણ છે.
2017માં મિસ વર્લ્ડ માનુષી છિલ્લરને તેની ઉદારતા અને જાગરૂકતા ફેલાવવાના કામ માટે ઓળખાય છે ત્યારે ઐશ્વર્યા રાય બચ્ચનને તે સમયે ખૂબ જ સુંદર જવાબ આપ્યો હતો. ઐશ્વર્યાને મિસ વર્લ્ડ 1994માં જવાબ સ્પષ્ટ કરે છે કે તેને આ ખિતાબ કેમ મળ્યો હતો.
ઐશ્વર્યાને પૂછવામાં આવ્યું હતું કે, મિસ વર્લ્ડમાં કયો ગુણ હોવો જોઈએ? જવાબ આપતાં ઐશ્વર્યાએ કહ્યું હતું, “અત્યાર સુધી આપણે જેટલી પણ મિસ વર્લ્ડ જોઈ છે તેમનામાં દયા ભાવના છે. માત્ર દિગ્ગજો માટે નહીં જે લોકો પાસે કશું જ નથી તેમના માટે પણ દયા ભાવ છે. અમે એવા લોકોને જોયા છે જેમણે માણસે બનાવેલા સીમાડા- રાષ્ટ્રીયતા અને રંગભેદથી ઉપર ઉઠીને કામ કર્યું છે. આપણો દ્રષ્ટિકોણ તેનાથી પણ વિશાળ હોવો જોઈએ ત્યારે જ એક મિસ વર્લ્ડ મળશે. એક સાચા માણસ બનવાની જરૂર છે.”
ઉલ્લેખનીય છે 1994માં યોજાયેલા મિસ વર્લ્ડ પેજેંટમાં 87 દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો.એ વખતે ઐશ્વર્યાએ ખૂબસૂરત જવાબ આપીને જજિસનું દિલ જીત્યું હતું. એ વખતે ઐશ્વર્યાની ઉંમર 21 વર્ષ હતી અને તે આર્કિટેક્ચરનો અભ્યાસ કરતી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion