શોધખોળ કરો
Advertisement
‘સત્તે પે સત્તા’ની રિમેકમાંથી રિતિક રોશન OUT, આ સ્ટાર એક્ટરની થઈ એન્ટ્રી
છેલ્લા ઘણા મહિનાઓથી રોહિત અને ફરાહ આ ફિલ્મના મુખ્ય પાત્રને લઇને મૂંઝવણ અનુભવતા હતા.
નવી દિલ્હીઃ બોલિવૂડ ડાયરેક્ટર ફરાહ ખાનની અપકમિંગ ફિલ્મ સત્તે પે સત્તા રીમેક ઘણાં લાંબા સમયથી અટકી પડી છે. રોહિત શેટ્ટી અને ફરાહ ખાને જ્યારે આ ફિલ્મની જાહેરાત કરી હતી ત્યારે બધા ખૂબ જ ઉત્સાહિત હતા કારણ કે બધાને જોવું હતું કે ફરાહ ખાન આ કહાનીને પોતાની સ્ટાઈલમાં કેવી રીતે રજૂ કરે છે. જોકે આ ફિલ્મ પોતાના કાસ્ટિંગને લઈને સતત અટકી પડી રહી.
થોડા દિવસ પહેલા અહેવાલ હતા કે રિતિક રોશનને ફરાહ ખાનની આ ફિલ્મની કહાની પસંદ નથી પડી જેના કારણે તેણે આ ફિલ્મથી છેડો ફાડી નાંખ્યો છે. આ અહેવાલ બાદ એવી પણ અટકળો ચાલી છે કે રોહિત શેટ્ટીના બેનર હેઠલની આ ફિલ્મ બંધ થવાની સ્થિતિમાં છે.
હવે જાણકારી મળી છે કે, ‘સત્તે પે સત્તા’ની રિમેક માટે હૃતિકના ઇનકાર બાદ અજય દેવગણનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કહેવાય છે કે, અજયે આ ફિલ્મમાં કામ કરવાની હા પાડી છે. અજયે આમ પોતાના ખાસ મિત્ર રોહિત માટે કર્યું હોવાનું કહેવાય છે. રોહિત અને અજય ખાસ મિત્રો છે.
છેલ્લા ઘણા મહિનાઓથી રોહિત અને ફરાહ આ ફિલ્મના મુખ્ય પાત્રને લઇને મૂંઝવણ અનુભવતા હતા. એવામાં તેમણે અજયનો સંપર્ક કર્યો હતો, આ પછી અજયે હા પાડી હતી. જોકે હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement