શોધખોળ કરો
Advertisement
'AK vs AK' વિવાદ: વાયુ સેનાએ વાંધો ઉઠાવતા આ સુપરસ્ટારે માંગી માફી, કહ્યું- અનાદર કરવાનો ઈરાદો નહોતો
સોમવારે ટ્વીટ કરીને નેટફ્લિક્સની ફિલ્મ 'AK vs AK'નુ ટ્રેલર લોન્ચ થયું હતું. તેમના આ વીડિયોને રીટ્વીટ કરતા ભારતીય વાયુસેનાએ સખત આપત્તિ દર્શાવી હતી.
નવી દિલ્હીઃ Netflixની ફિલ્મ 'AK vs AK' માં બોલિવૂડ સુપરસ્ટાર અભિનેતા અનિલ કપૂરના કેટલાક સીન્સને લઈ ભારતીય વાયુસેના ગુસ્સે ભરાઇ હતી. વાયુ સેનાએ વાંધો ઉઠાવ્યા બાદ અનિલ કપૂરે માંફી માંગી હતી.
અનિલ કપૂરે ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કરીને સમગ્ર મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેમનો કે ફિલ્મ મેકર્સનો વાયુસેનાનું અનાદર કરવાનો કોઈ ઉદ્દેશ્ય નહોતો. તેમણે કહ્યું કે, તમામ રક્ષા કર્મીઓની નિસ્વાર્થ સેવા માટે મારા મનમાં હંમેશઆ સન્માન અને કૃતજ્ઞતા રહી છે.
ટ્વિટર પર વીડિયોમાં અનિલ કપૂરે કહ્યું કે, “મને ખબર પડી છે કે, મારી ફિલ્મ 'AK vs AKના ટ્રેલરને લઈને કેટલાક લોકો નારાજ છે. કારણ કે મે ભારતીય વાયુ સેનાનો યુનિફોર્મ પહેરીને અશોભનિય ભાષનો પ્રયોગ કર્યો. અજાણતા જ ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ હું દિલથી માંફી માંગુ છું.” વાયુસેનાના વાંધા પર અનિલ કપૂરે ફિલ્મમાં દર્શાવવામાં આવેલા સીનના સંદર્ભમાં સ્પષ્ટતા પણ આપી હતી.
શું હતો વિવાદ ?
અનિલ કપૂરે સોમવારે ટ્વીટ કરીને અનુરાગ કશ્યપની સાથે પોતાની નેટફ્લિક્સની ફિલ્મ 'AK vs AK'નુ ટ્રેલર શેર કર્યુ હતુ. તેમના આ વીડિયોને રીટ્વીટ કરતા ભારતીય વાયુસેનાએ સખત આપત્તિ દર્શાવી હતી. આઇએએફે આ સીન પર આપત્તિ દર્શાવી હતી અને સંબંધિત સીનને હટાવવાની માંગ કરી હતી.
'AK vs AK' ફિલ્મમાં અનિલ કપૂર અને અનુરાગ કશ્યપ મુખ્ય ભૂમિકામાં છે. ટ્રેલરના કેટલાક સીનમાં અનિલ કપૂર વાયુ સેનાની વર્દી પહેરાલો દેખાઇ રહ્યો છે. આ સીને પર આપત્તિ દર્શાવતા વાયુસેનાએ ટ્રેલરને રિટ્વીટ કરતા લખ્યુ કે ભારતીય વાયુસેનાની વર્દીનો આ વીડિયોમાં ખોટી રીતે ઉપયોગ થયો છે, સાથે જે ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે તે પણ અનુચિત છે. આ સૈન્ય દળોનો અસલ વ્યવહારને પ્રદર્શિત નથી કરતુ. સેના સાથે જોડાયેલા આ સીન આ ફિલ્મમાંથી તાત્કાલિક ધોરણે હટાવવો જોઇએ.
ઉલ્લેખનીય છે કે 'AK vs AK'ને વિક્રમાદિત્ય મોટવાનેએ નિર્દેશિત કરી છે. આ ફિલ્મ 24 ડિસેમ્બરે રિલીઝ થશે. કૉમેન્ટ કરીને આના પર લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દુનિયા
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion