શોધખોળ કરો

મુકેશ અંબાણીએ પૌત્ર Prithvi Ambaniના જન્મદિવસે રાખ્યું ગ્રાન્ડ સેલિબ્રેશન, જુઓ તસવીરો અને વીડિયો

Prithvi Ambani Birthday Party: મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીની ગ્રાન્ડ બર્થડે પાર્ટીનું આયોજન ગત રોજ કરવામાં આવ્યું હતું. પૃથ્વીના જન્મદિવસની ઉજવણીમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા.

Mukesh Ambani Grandson Prithvi Ambani Birthday: દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પૌત્ર અને આકાશ અંબાણી અને શ્લોકા મહેતાનો પુત્ર પૃથ્વી બે વર્ષનો થઈ ગયો છે. અંબાણી પરિવારે મુંબઈના જિયો ગાર્ડનમાં પૃથ્વી અંબાણીના બીજા જન્મદિવસની ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓ પોતાના બાળકો સાથે પહોંચી હતી. ફિલ્મ નિર્માતા કરણ જોહર પણ તેના બે બાળકો યશ અને રૂહી સાથે નાના અંબાણીના જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપી હતી. નતાશા પોતાના પુત્ર અગસ્ત્ય સાથે પાર્ટીમાં પહોંચી હતી. જ્યારે કૃણાલ પંડ્યા તેની પત્ની પંખુરી સાથે આવ્યો હતો. પાર્ટીમાં બ્રહ્માસ્ત્રના ડિરેક્ટર અયાન મુખર્જી પણ જોવા મળ્યો હતો.

પૃથ્વી અંબાણીની બર્થડે પાર્ટી કઈ થીમ પર હતી?

આકાશ અંબાણીના પુત્ર પૃથ્વી અંબાણીના જન્મદિવસની પાર્ટી વિન્ટર વન્ડરલેન્ડ-થીમ પર આધારિત હતી. એન્ટ્રી ગેટને મોટા અને ચળકતા વાદળી રંગના ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યો હતો. અંદર પણ સુંદર સજાવટ કરવામાં આવી હતી. આ દરમિયાન આકાશ અંબાણી અને શ્લોકા પોતાના દીકરાને લઈને સ્થળ પર પહોંચ્યા હતા. આ દરમિયાન આકાશ ટીલ બ્લુ શર્ટ અને ડેનિમ જીન્સમાં જોવા મળ્યો હતો, જ્યારે શ્લોકાએ ડેનિમ જેકેટ સાથે ફ્લો સ્ટ્રીપ ડ્રેસ પહેર્યો હતો. જ્યારે બર્થડે બોય પૃથ્વીએ ચેક શર્ટ સાથે ડેનિમ પહેર્યું હતું.

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

મુકેશ અંબાણી પણ પૌત્રની બર્થડે પાર્ટીમાં પહોંચ્યા હતા.

પૌત્ર પૃથ્વીની ગ્રાન્ડ બર્થડે પાર્ટીમાં મુકેશ અંબાણી પણ શાનદાર અંદાજમાં પહોંચ્યા હતા. આ દરમિયાન આકાશ અને મુકેશ અંબાણીએ પાપારાઝીની સાથે એક તસવીર પણ ક્લિક કરી હતી.

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

કરણ જોહરે પોતાના બાળકો સાથે પાર્ટીમાં સ્ટાઇલિશ એન્ટ્રી કરી હતી

કરણે તેના બાળકો સાથે પાપારાઝી માટે પોઝ આપ્યો હતો. આ દરમિયાન યશે મેચિંગ પેન્ટ સાથે કલર બ્લોક જેકેટ પહેર્યું હતું. જ્યારે રૂહીએ ડેનિમ જેકેટ સાથે સફેદ ડ્રેસ પહેર્યો હતો. બેગી જોગર્સ અને જેકેટમાં કરણ ઓલ-બ્લેક એથ્લેટિક લુકમાં કેઝ્યુઅલ દેખાતો હતો.

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

નતાશા સ્ટેનકોવિક પુત્ર અગસ્ત્ય સાથે પહોંચી હતી

કરણ અને તેના બાળકો ઉપરાંત, પૃથ્વીના જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપનારાઓમાં નતાશા સ્ટેનકોવિક, તેના પુત્ર અગસ્ત્ય, કૃણાલ પંડ્યા અને તેની પત્ની પંખુરી શર્મા અને તેમના પુત્ર કવિરનો સમાવેશ થાય છે. ફિલ્મ નિર્માતા અયાન મુખર્જી પણ પાર્ટીમાં પ્રવેશતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તે શાનદાર લુકમાં દેખાતી હતી.

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

અંબાણી પરિવારમાં આ દિવસોમાં ઉજવણીનો માહોલ

તમને જણાવી દઈએ કે અંબાણી પરિવાર આ દિવસોમાં ઉજવણીમાં ડૂબેલો છે. હાલમાં જ ઈશા અંબાણી પોતાના બંને બાળકો સાથે ભારત પરત ફરી છે. અને 29 ડિસેમ્બરે અંબાણી પરિવારે રાધિકા મર્ચન્ટ સાથે અનંત અંબાણીની સગાઈની ઉજવણી કરી હતી. પરિવારે તેમના નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે એક ભવ્ય પાર્ટીનું પણ આયોજન કર્યું હતું. આ ફંક્શનમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર, અયાન મુખર્જી, શાહરૂખ ખાન, સલમાન ખાન, જાહ્નવી કપૂર અને રણવીર સિંહ જેવી ઘણી સેલિબ્રિટીએ હાજરી આપી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ

વિડિઓઝ

Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
Ather લાવી રહ્યું છે નવું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, Ola ની ચિંતા વધશે, જાણો ક્યારે થશે લોન્ચ?
Ather લાવી રહ્યું છે નવું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, Ola ની ચિંતા વધશે, જાણો ક્યારે થશે લોન્ચ?
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?
General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
Embed widget