શોધખોળ કરો
Advertisement
અક્ષય કુમારે ચેન્નઈમાં બની રહેલી પ્રથમ ટ્રાન્સજેન્ડર બિલ્ડિંગ માટે 1.5 કરોડ રૂપિયા દાનમાં આપ્યા
ચેન્નઈમાં ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર કોલોની બની રહી છે. અક્ષય કુમારે ટ્રાન્સજેન્ડર કોલોની માટે 1.5 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.
મુંબઈ: ફિલ્મ લક્ષ્મી બોમ્બના અભિનેતા અક્ષય કુમાર અને નિર્દેશક રાધવ લોરેંસ ચેન્નઈમાં ટ્રાન્સજેન્ડર માટે ઘર બનાવશે. રાઘવે પોતાના સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી શેર કરી છે. બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે અનેક ચેરિટી કાર્યો કર્યા છે. હવે, અક્ષય કુમારે ટ્રાન્સજેન્ડર માટે કામ કર્યું છે.
ફિલ્મમેકર રાઘવ લોરેન્સે ફેસબુક પર પોસ્ટ કરીને આ વાતની માહિતી આપી હતી. ચેન્નઈમાં ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર કોલોની બની રહી છે. અક્ષય કુમારે ટ્રાન્સજેન્ડર કોલોની માટે 1.5 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'ના શૂટિંગ દરમિયાન અક્ષય કુમારને આ અંગેની માહિતી મળી હતી અને તેણે ટ્રાન્સજેન્ડર કમ્યૂનિટીને મદદ કરવાનો નિર્ણય લીધો હતો.
હાલમાં જ આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ હિટ તમિળ હોરર કોમેડી ફિલ્મ કંચના 2ની હિંદી રિમેક છે. ફિલ્મમાં અક્ષય કુમારની સાથે કિઆરા અડવાણી લીડ રોલમાં છે. ઓરિજિનલ ફિલ્મના ડિરેક્ટર રાઘવ લૉરેન્સ જ હિન્દી રિમેક ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં પહેલીવાર અક્ષય કુમાર ટ્રાન્સજેન્ડર ભૂતના રોલમાં જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion