શોધખોળ કરો
Advertisement
હૈદરાબાદઃ મહિલા ડોક્ટર પર રેપ-મર્ડર મામલામા બોલિવૂડે વ્યક્ત કરી નારાજગી, કહ્યુ- કડક કાયદાની જરૂર
આ પ્રકારની ઘટનાઓનો સામનો કરવા આપણે કડક કાયદાની જરૂર છે.
મુંબઇઃ બોલિવૂડના દિગ્ગજ એક્ટર અક્ષય કુમાર સહિત ફરહાન અખ્તર, શબાના આઝમી, યામી ગૌતમ અને અનૂપ સોનીએ હૈદરાબાદમાં એક મહિલા ડોક્ટર પર થયેલા ગેંગરેપ અને હત્યા મામલે નારાજગી વ્યક્ત કરતા ટ્વિટ કર્યા હતા. અક્ષયે આ મામલામાં ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે, આ પ્રકારની ઘટનાઓનો સામનો કરવા આપણે કડક કાયદાની જરૂર છે. જ્યારે યામી ગૌતમે કહ્યું કે, મહિલાઓ વિરુદ્ધ અકલ્પનીય ગુનાઓ આટલા હોબાળાઓ અને જાગરૂકતા છતાં બની શકે છે. શું આ રાક્ષસોને સજા અને કાયદાનો કોઇ ડર નથી?
આ ઘટનાને લઇને અનુપ સોનીએ કહ્યું કે, આપણે વધુ એક દીકરી, બહેન અને મિત્ર ગુમાવ્યો છે. તેણે ટ્વિટ કરી લખ્યું કે, જ્યાં સુધી કડકમાં કડક સજા નહી હોય ત્યાં સુધી આપણે સુધરીશું નહીં. નોધનીય છે કે હૈદરાબાદમાં 22 વર્ષીય મહિલા ડોક્ટર પર સામૂહિક બળાત્કાર બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. બાદમાં તેના મૃતદેહને 25 કિલોમીટર દૂર લઇ જઇને પેટ્રોલ છાંટીને તેને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પોલીસે આ મામલામાં ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. આજે આરોપીઓને મહબૂબ નગરની જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સાથે પોલીસ આ મામલાને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઇ જશે જેથી આરોપીઓને જલદીમાં જલદી સજા મળી શકે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion