શોધખોળ કરો
દાદા સાહેબ ફાળકે એવૉર્ડ મળ્યા બાદ અમિતાભ બચ્ચને આપી પ્રતિક્રિયા,જાણો શું કહ્યું ?
સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે મહાનાયક અમિતાભ બચ્ચનને દાદા સાહેબ એવોર્ડથી સન્માનિત કરાશે.
મુંબઈ: ભારતીય સિનેમાનું સૌથી મોટું સન્માન દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળવાની જાહેરાત બાદ એક દિવસ બાદ આજે અમિતાભ બચ્ચને આભાર વ્યક્ત કર્યો છે. બીગ બીએ ટ્વિટર પર અંગ્રેજી અને હિંદીમાં ટ્વિટ કર્યું છે અને કેટલાક શબ્દોના માધ્યમથી આ સન્માન માટે પોતાની લાગણી વ્યક્ત કરી છે.
અમિતાભ બચ્ચને ટ્વિટ કર્યું કે, “પ્રતિક્રિયા વ્યક્ત કરવા માટે શબ્દો ઓછા પડી રહ્યાં છે. પણ હું અંત:કરણપૂર્વક આભારી છું અને વિનમ્ર પણ, આભાર. ”
ઉલ્લેખનીય છે સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે“મહાનાયક અમિતાભ બચ્ચન ,જેમણે એક નહીં બે પેઢીઓને પ્રેરણા આપી છે. તેમને દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે પસંદગી કરવામાં આવ્યા છે. આખો દેશ અને આંતરરાષ્ટ્રીય સમુદાય ખુશ છે. તેમને મારી હાર્દિક શુભકામનાઓ. 76 વર્ષીય અમિતાભને આ પહેલા અનેક મોટા પુરસ્કારો મળી ચુક્યા છે. જેમાં પદ્મ વિભૂષણ અને પદ્મશ્રી જેવા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. અમિતાભ બચ્ચન છેલ્લા પાંચ દાયકાથી બોલિવૂડમાં દર્શકોને મનોરંજન કરતા આવ્યા છે. તેમણે 1969માં ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી ડેબ્યૂ કર્યું હતું. તેઓને મોટા પરડા પર 1971માં આવેલી ફિલ્મ ‘આનંદ’ પરથી પ્રસિદ્ધી મળી હતી.T 3298 - There is a paucity of words searching a response .. for the generosity of words that pour in .. I am but deeply grateful and most humbled .. my sincerest gratitude .. कृतज्ञ हूँ मैं , परिपूर्ण , आभार और धन्यवाद ... मैं केवल एक विनयपूर्ण , विनम्र अमिताभ बच्चन हूँ pic.twitter.com/ESfV7ms6fZ
— Amitabh Bachchan (@SrBachchan) September 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
મનોરંજન
Advertisement