નવી દિલ્હીઃ બોલિવૂડના દિગ્ગડ એક્ટર અને ડાયરેક્ટર અમોલ પાલેકર શનિવારે મુંબઈના નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટમાં ગેસ્ટ તરીકે સ્પીટ આપી રહ્યા હતા ત્યારે તેમને ભાષણ આપતા સમયે એટલા માટે અટકાવી દેવામાં આવ્યા કારણ કે તેમણે સરકારની ટીકા કરી હતી. તેનો વીડિયો પણ ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો છે.
2/3
તેમણે કેન્દ્રીય સંસ્કૃતિ મિનિસ્ટ્રીના એક નિર્ણયની ટિકા કરવાનું શરૂ કરતાં કાર્યક્રમની મોડરેટરે તેમને આવું બોલતાં અટકાવ્યા હતા. તેમને ભાષણ દરમિયાન ઘણીવાર અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાથે જ તેમને ભાષણ પૂરું કરવા માટે કહેવામાં આવ્યું હતું.
3/3
ફર્સ્ટપોસ્ટના અહેવાલ પ્રમાણે, અમોલ પાલેકર નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ (NGMA) દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ કાર્યક્રમ પ્રસિદ્ધ કલાકાર પ્રભાકર બર્વેની યાદમાં આયોજીત હતો. અમોલ તેમના ભાષણમાં બોલી રહ્યાં હતાં કે, કેવી રીતે આર્ટ ગેલેરીએ સ્વતંત્રતા ગુમાવી છે. તેમણે તેના કામકાજ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.