શોધખોળ કરો
Advertisement
અનુરાગ કશ્યપને જાનથી મારી નાખવાની ધમકી, મુંબઇ પોલીસે શરૂ કરી તપાસ
તાજેતરમાં 49 દિગ્ગજ સેલિબ્રિટીઝે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોબ લિચિંગની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરતો ખુલ્લો પત્ર લખ્યો હતો. તે પત્રમાં સહી કરનાર લોકોમાં અનુરાગ કશ્યપનું નામ પણ સામેલ છે.
મુંબઈ: બોલિવૂડના જાણિતા ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક અનુરાગ કશ્યપને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તાજેતરમાં 49 દિગ્ગજ સેલિબ્રિટીઝે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે દેશમાં વધી રહેલી મોબ લિચિંગની ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ પત્ર પર સહી કરનાર લોકોમાં અનુરાગ કશ્યપનું નામ પણ સામેલ છે.
અનુરાગ કશ્યપને ટ્વિટર પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જેને લઈને મુંબઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ફરિયાદ પણ દાખલ કરી છે. અને પોલીસે તપાસ શરૂ કરી છે.
અનુરાગ કશ્યપને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ તેણે મુંબઈ પોલીસને જાણ કરી હતી. મુંબઈ પોલીસે જવાબ આપતા કહ્યું, સાઈબર પોલીસ સ્ટેશનને આ એકાઉન્ટની વિગતો મોકલો. અપીલ છે કે કાયદેસર પગલા માટે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધાવો, જેથી કાર્યવાહી થઈ શકે. ત્યારબાદ અનુરાગે મુંબઈ પોલીસને ટ્વીટ કરી આભાર માન્યો હતો.The irony with social media is when I say vote for your constituent so one can take there problems to them, they say Vote for the PM. When you tag PM to the the tweet they say it’s not his responsibility go to the constituent.
— Anurag Kashyap (@anuragkashyap72) May 26, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion