શોધખોળ કરો
સલમાન-કેટરીનાની ‘ભારત’ ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર આવ્યું સામે, આવતાની સાથે છવાઈ ગયું....
1/3

ફિલ્મનું પોસ્ટર આવતાની સાથે જ છવાઈ ગયું છે. સલામને પોસ્ટર રિલીઝ કર્યાના 12 કલાકમાં જ તેને 11 લાખ લાઈક્સ મળ્યા છે. લોકોમાં આ ફિલ્મને લઈને આતૂરતા છે. આ ફિલ્મમાં દિશા પટની, તબ્બૂ, જેકી શ્રોફ અને સુનીલ ગ્રોવર પણ જોવા મળશે. આ ફિલ્મ આગામી વર્ષે ઈદ પર રિલીઝ થશે.
2/3

કેટરીના આ તસવીરમાં સાડી પર સાલ ઓઢીને ઊભી છે, જ્યારે સરમાન નેવી બ્લૂ કલરના સૂટમાં દેખાઈ રહ્યો છે.
3/3

નવી દિલ્હીઃ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’નો ફર્સ્ટ સત્તાવાર લુક રિલીઝ કરવામાં આવ્યો છે. સલમાને ખુદ તેને પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તસવીરમાં સલમાન ખાન અને કેટરીના કૈફ વાઘા બોર્ડર પર ગેટની પાસે ઉભા જોવા મળી રહ્યા છે. હાલમાં જ અહેવાલ આવ્યા હતા કે આ ફિલ્મ માટે મેકર્સે લુધિયાણામાં વાઘા બોર્ડર જેવો જ સેટ ઉભો કર્યો છે.
Published at : 16 Nov 2018 08:17 AM (IST)
View More





















