શોધખોળ કરો
Advertisement
બૉલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચને શરૂ કર્યું ‘સરકાર-3’નું શૂટિંગ, જાણો ફિલ્મમાં છે કોણ!
મુંબઈ: બૉલીવુડના મેગાસ્ટાર અભિતાભ બચ્ચને ‘સરકાર’ ફિલ્મની ત્રીજી સીઝન માટે શૂટિંગ શરૂ કરી દીધું છે. અમિતાભે કહ્યું કે ફિલ્મકાર રામ ગોપાલ વર્માની આ ફિલ્મ જટિલ અને અનપેક્ષિત છે.
બિગ બીએ મંગળવારે રાત્રે ટ્વિટર પર લખ્યું, “સરકાર-3નો આજે પહેલો દિવસ! આ ફિલ્મ જટિલ અને અનપેક્ષિત છે.” ‘પિંક’ના અભિનેતાએ શૂટિંગના પહેલા દિવસે આશંકા પણ શેયર કરી હતી.
તેમને કહ્યું, “પુરી રીતે અલગ વાતાવરણ, નવો સેટ જ્યાં સુધી કે કહાનીનું ડિઝાઈન, ભૂમિકા ભવિષ્ય સાથે જોડાયેલી છે.” તેમને કહ્યું કે, નિર્દેશક સર્વશ્રેષ્ઠ કામ માટે જાણીતા છે અને અમે તેમના પર અને તેમના દ્દષ્ટિકોણ પર છોડી રહ્યા છીએ અને આ સર્વશ્રેષ્ઠ કલા બહાર લાવવાનો સૌથી સારો રસ્તો છે.
અમિતાભે તેના પહેલા ફિલ્મના બન્ને ભાગોમાં નજર આવી ચૂક્યા છે. ‘સરકાર’ 2005માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ભારતીય રાજનીતિ પર આધારિત હતી. અને તેના પછી તેની સિક્વલ ‘સરકાર રાજ’ 2008માં રિલીઝ કરવામાં આવી હતી. ‘સરકાર-3’માં અમિતાભ, સુભાષ નાગરેની ભૂમિકામાં દેખાશે. આ ફિલ્મમાં રોહિણી હટ્ટંગડી, જેકી શ્રૉફ, મનોજ બાજપેયી, રોનિત રૉય, ભરત દાભોલકર અને યામી ગૌતમ જેવા જાણીતા ચહેરા મહત્વની ભૂમિકામાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement