BB OTT ફેમ રાકેશ બાપટની તબિયત લથડી, હોસ્પિટલમાં થયા દાખલ, હાથમાં ડ્રીપ લગાવેલ ફોટો કર્યો પોસ્ટ
ટીવી એક્ટર રાકેશ બાપટને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને ડ્રીપ ચઢતી હોય તેવો એક ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો છે
ટીવી એક્ટર રાકેશ બાપટને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને ડ્રીપ ચઢતી હોય તેવો એક ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો છે. આ જોઇને ફેન્સ ચિંતાતુર થયા છે. રાકેશ બાપટ સાથે શું થયું છે, તેની માહિતી હજુ સુધી સામે આવી નથી. પરંતુ આ ફોટએ ફેન્સમાં ચિંતા જગાડી છે.
ટીવી એક્ટર રાકેશ બાપટની તબિયત સારી નથી. રાકેશે સોશિયલ મીડિયા પર હોસ્પિટલના બેડ પરથી પોતાની એક ઝલક શેર કરી હતી. આ પછી, તેના ચાહકોમાં હલચલ મચી ગઈ હતી કે, આખરે તેને શું થયું છે. આખરે રાકેશનું શું થયું તે હજુ સુધી જાણી શકાયું નથી. રાકેશ દ્વારા શેર કરવામાં આવેલા આ ફોટોમાં તેમના હાથમાં ડ્રીપ ચઢતી જોવા મળી રહી છે. રાકેશને 2021માં કિડનીમાં પથરીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
રાકેશ બાપટે તેમના ઇંસ્ટાગ્રામ સ્ટોરી પર તેમનો એક બૂમરેંગ વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તે હોસ્પિટલમાં તેમને ડ્રીપ ચઢતી જોવા મળી રહી છે. જો કે હજુ સુધી તેમની શું સમસ્યા થઇ છે, તે વિશે કોઇ ખુલાસો નથી થયો.
રાકેશ અને શમિતા શેટ્ટી સૌથી ખૂબસૂરત જોડીમાંની એક છે. બંનેની મુલાકાત રિયાલિટી શો બિગ બોસ ઓટીટી પર થઇ હતી. આ શોને કરણ જોહરે હોસ્ટ કર્યો હતો. તેમણે ઘરમાં એક રિલેશનશિપ બનાવી લીધી હતી અને બંનેના અફેરની ચર્ચામાં પણ ચાલતી રહે છે.શો દરમિયાન બંનેએ પ્રેમનો એકરાર પણ કર્યો હતો જો કે શોની બહાર આવ્યા બાદ બંનેએ કોઇ કારણોસર અંતર બનાવી લીઘું હતું.
આ પણ વાંચો
Lok Sabha Election 2024: પલ્લવી પટેલની ભાજપમાં જોડાવવાની અટકળ, જાણો કોણ છે આ મહિલા નેતા
Haryana Clash: શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો અને ફાયરિંગ, 2નાં મોત, ઇન્ટરનેટ બંધ, ધારા 144 લાગૂ