શોધખોળ કરો
Advertisement
બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર ગણેશ આચાર્યની વધી શકે છે મુશ્કેલી, છેડછાડનો કેસ થયો દાખલ
26 જાન્યુઆરીની ઘટના બાદ પીડિત મહિલાએ રાજ્ય મહિલા આયોગમાં ફરિયાદ કરી હતી. જેમાં તેણે કહ્યું હતું, ગણેશ આચાર્યએ મને શારીરિક સંબંધ બનાવવા અને તેની શરતો પર ચાલવા કહેતો હતો. તેની વાત નહીં માનતા મારી એસોસિએશનની સભ્યતા રદ્દ કરી દેવામાં આવી હતી. જેના કારણે મને કામ નહોતું મળતું.
મુંબઈઃ બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય સામે મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં છેડછાડનો મામલો નોંધાયો છે. એક મહિલાએ રાજ્ય મહિલા આયોગને કરેલી ફરિયાદ બાદ મુંબઈ પોલીસને કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. મુંબઈ પોલીસે મહિલાના નિવેદનના આધારે કેસ દાખલ કર્યો છે.
એફઆઈઆર મુજબ, 26 જાન્યુઆરી 2020ના રોજ ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલીવિઝન કોરિયોગ્રાફર એસોસિએશનના એક કાર્યક્રમમાં ગણેશ આચાર્યએ મહિલા સાથે ધક્કા મુક્કી કરી હતી. જે બાદ મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી. આ મામલે કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય સહિત બે અન્ય મહિલાઓ પર પણ મામલો નોંધાયો છે. જયશ્રી કેલકર અને પ્રીતિ લાડ નામની આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર પર પણ મહિલાને મારવાનો આરોપ છે. આ ત્રણેય આરોપીઓ પર મહિલાને મારવાનો, ધમકાવવાનો અને છેડછાડનો આરોપ લાગ્યો છે.
26 જાન્યુઆરીની ઘટના બાદ પીડિત મહિલાએ રાજ્ય મહિલા આયોગમાં ફરિયાદ કરી હતી. જેમાં તેણે કહ્યું હતું, ગણેશ આચાર્યએ મને શારીરિક સંબંધ બનાવવા અને તેની શરતો પર ચાલવા કહેતો હતો. તેની વાત નહીં માનતા મારી એસોસિએશનની સભ્યતા રદ્દ કરી દેવામાં આવી હતી. જેના કારણે મને કામ નહોતું મળતું. પીડિત મહિલાનો એવો પણ આરોપ છે કે જ્યારે ગણેશ આચાર્ય પાસે પેમેન્ટ લેવા જતી ત્યારે લેપટોપર પર પોર્ન વીડિયો ચાલુ કરી દેતા હતા અને જાણીજોઈને પોર્ન વીડિયોનો અવાજ વધારી દેતા હતા. આવું મારી સાથે જ નહીં પરંતુ અનેક કોરિયોગ્રાફર અને ડાંસર છોકરીઓ સાથે થયું છે. મહિલાની ફરિયાદ બાદ રાજ્ય મહિલા આયોગે મુંબઈ પોલીસને કેસ દાખલ કરવા કહ્યું હતું. પીડિત મહિલા ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલીવિઝન કોરિયોગ્રાફર એસોસિએશનની સભ્ય છે અને બોલિવૂડ ફિલ્મોમાં આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર તરીકે કામ કરે છે. અંબોલી પોલીસ સ્ટેશનમાં ઝીરો એફઆઈઆ દાખલ કરીને ઓશિવાર પોલીસ સ્ટેશનને મોકલી દેવામાં આવી છે. ઓશિવારા પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. ABP Opinion Poll: AAP, BJP અને Congressને કેટલી સીટો મળશે ? INDvNZ: પ્રથમ વન ડેમાં હાર બાદ ટીમ ઈન્ડિયાને દાઝ્યા પર ડામ, આ કારણે ICCએ ફટકાર્યો તોતિંગ દંડ રાયડુને વર્લ્ડકપની ટીમમાં કેમ નહોતો કરાયો સામેલ? પૂર્વ પસંદગીકાર પ્રસાદે પ્રથમ વખત કહ્યું, અમે તેને..... INDvNZ: પ્રથમ વન ડેમાં બંને ટીમમાં જોવા મળી આ સમાનતા, ક્રિકેટ ઈતિહાસની માત્ર ત્રીજી ઘટનાMumbai Police has booked choreographer and director Ganesh Acharya on charges of sexually harassing a woman choreographer. (File pic) pic.twitter.com/DbfudWjhTg
— ANI (@ANI) February 5, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દુનિયા
ક્રિકેટ
Advertisement