શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસથી ખૌફમાં છે આ બોલિવૂડ એક્ટ્રેસ, માસ્ક પહેરીને ફેન્સને આપી આ સલાહ, જુઓ Pics
સનીની સાથે તેના પતિ ડેનિયલ અને તેની પૂરી ટીમ માસ્ક પહેરેલ એરપોર્ટ પર જોવા મળી.
નવી દિલ્હીઃ ચીનમાંથી ફેલાઈ રહેલ કોરોના વાયરસના ઘાતક પ્રકોપ વિશે જાગરૂકતા ફેલાવતી અને ડરમાં જોવા મળી ફિલ્મ એક્ટ્રેસ સની લિયોની. એરપોર્ટ પર તે માસ્ક પહેરીને આવી હતી અને પોતાના ફેન્સને ઇન્સ્ટાગ્રામ પર ચેતવણી આપતી પણ જોવા મળી. ચીનમાં કોરોના વાયરસના ઘાતક પ્રકોપથી દુનિયામાં હાહાકાર છે અને ત્યારે તેના વિશે જાગરૂકતા ફેલાવવા માટે બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનીએ પોતાના ફેન્સ વાયરસ વિશે ચેતવણી આપવા માટે ઇન્સ્ટાગ્રામની મદદ લીધી.
સનીની સાથે તેના પતિ ડેનિયલ અને તેની પૂરી ટીમ માસ્ક પહેરેલ એરપોર્ટ પર જોવા મળી. સનીએ એક તસવીર પતિ સાથેની શેર કરી છે જેમાં બન્નેના ચહેરા પર માસ્ક છે. સનીએ લખ્યું કે, જે થઈ રહ્યું છે તેનાથી અજાણ ન રહેવું જોઈએ અને તમારે તેના વિશે સ્માર્ટ અને સુરક્ષિત રહેવાની જરૂરત છે.
એરપોર્ટ પર કેટલાક ફેન્સ સેલ્ફીની વાત કરી તો તેની ટીમ આ લોકોને ના પાડી. એક યુવતી સનીને નજીક આવે છે તો સની માસ્ક ચહેરા પર લગાવી દે છે. અને ત્યાંથી નીકળી જાય છે.View this post on Instagram
નોંધનીય છે કે કોરોના વાયરસનો ડર આખી દુનિયા પર છવાયેલો છે. આ વાયરસ ચીનથી શરૂ થયો છે. અને હવે દુનિયાના દેશો તેને ઝપેટમાં છે. ભારતમાં જ આવા કેસ જોવા મળી ચૂક્યા છે. હાલ આ મહામારીના કારણે 100થી વધુ લોકોની મોત થઇ ગઇ છે. અને વાયરસને લઇને એરપોર્ટ પર સૌથી વધુ સતર્કતા રાખવામાં આવી રહી છે. ભારતમાં 21 એરપોર્ટ્સ હાલ આ વાયરલની તપાસ કરવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion