કાદર ખાને 1973માં ફિલ્મ દાગથી એક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર લીડ રોલમાં હતા. પરંતુ તેમનું પહેલું મોટુ પાત્ર ખૂન પસીનામા ઠાકુલ જાલિમ સિંહનું હતું. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન લીડ રોલમાં હતા. આ ફિલ્મના લેખક પણ તેઓ હતા. જે બાદ કાદર ખાને અમિતાભની અનેક ફિલ્મોમાં એક્ટિંગ કરવાની સાથે સંવાદ પણ લખ્યા. અમિતાભની પરવરિશ, મિસ્ટર નટવરલાલ, સુહાગ, સત્તે પે સત્તા, નસીબ અને મુકદ્દર કા સિકંદર જેવી સફળ ફિલ્મોના સંવાદ પણ લખ્યા હતા.
2/3
કાદર ખાનના અવસાન પર અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને લખ્યું કે, કાદર ખાનનું અવસાન થયું. દુઃખદ અને નિરાશાજનક સમાચાર. મારી પ્રાર્થના અને સંવેદના.એક ઉત્તમ સ્ટેજ આર્ટિસ્ટ અને ફિલ્મોનું સંપૂર્ણ હુનર. મારી મોટાભાગની સફળ ફિલ્મોના શાનદાર લેખક, આનંદી સાથી અને મેથેમેટિસિયન.
3/3
મુંબઈઃ વર્ષ 2019નો પ્રથમ દિવસ બોલીવુડ માટે અપશુકનિયાળ સાબિત થયો છે. આજે બોલીવુડના દિગ્ગજ એક્ટર અને કોમેડિયન કાદર ખાનનું 81 વર્ષની વયે કેનેડામાં નિધન થયું હતું. પાંચ દાયકાથી વધારે લાંબી કરિયર દરમિયાન કાદરખાને વિલન, કોમેડિયન અને ચરિત્રો રોલ કર્યા હતા. તેમણે આ સમય દરમિયાન અનેક પેઢીઓ સાથે કામ કર્યું છે પરંતુ સૌથી વધારે અમિતાબ બચ્ચન અને ગોવિંદા સાથે કામ કરવા માટે જાણીતા છે.