શોધખોળ કરો
બિગ-બીના ફેન માટે ખુશખબરીઃ કોરોના ટેસ્ટ આવ્યો નેગેટિવ, હવે મળશે હૉસ્પીટલમાંથી રજા
એક સુત્રએ નામ ના છાપવાની શરતે એબીપી ન્યૂઝને જણાવ્યુ કે કોરોના ટેસ્ટ ઉપરાંત બીગ બીગનો બ્લડ ટેસ્ટ, સીટી સ્કેન પણ કરવામાં આવ્યુ હતુ, આ પણ અન્ય રિપોર્ટની જેમ નોર્મલ આવ્યા હતા

મુંબઇઃ કોરોના વાયરસથી સંક્રમિત થઇને મુંબઇની નાણાવટી હૉસ્પીટલમાં ભરતી થયેલા અમિતાભ બચ્ચનના ફેન માટે ખુશખબર છે. 11 જુનથી હૉસ્પીટલમાં પોતાનો ઇલાજ કરાવી રહેલા અમિતભા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યાના સમાચાર એબીપી ન્યૂઝથી જાણવા મળ્યા છે.
એક સુત્રએ નામ ના છાપવાની શરતે એબીપી ન્યૂઝને જણાવ્યુ કે કોરોના ટેસ્ટ ઉપરાંત બીગ બીગનો બ્લડ ટેસ્ટ, સીટી સ્કેન પણ કરવામાં આવ્યુ હતુ, આ પણ અન્ય રિપોર્ટની જેમ નોર્મલ આવ્યા હતા.
કોરોનાના કારણે અમિતાભ બચ્ચન હૉસ્પીટલમાં દાખલ છે, અભિષેક બચ્ચનની તબિયત પણ સામાન્ય છે. આવામાં બન્નેને સાથે જ હૉસ્પીટલમાંથી રજા આપવાની ચર્ચા છે. જોકે, હજુ સુધી હૉસ્પીટલના કોઇપણ સુત્રએ આ વાતની પુષ્ટિ નથી કરી કે અમિતાભ અને અભિષેકને હૉસ્પીટલમાંથી ક્યારે રજા આપવામાં આવી શકે છે.
નોંધનીય છે કે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને કોરોનાના લક્ષણો દેખાતા હૉસ્પીટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. જ્યારે ઐશ્વર્યા અને આરાધ્યાને સામાન્ય લક્ષણો દેખતા હૉમ ક્વૉરન્ટાઇન કરાયા હતા. બાદમાં ઐશ્વર્યા અને આરાધ્યાને શરદી-ઉધરસ વધતા તેમને પણ પછીથી હૉસ્પીટલાઇઝ કરાવવામાં આવ્યા હતા. સુત્રો અનુસાર, હાલ ઐશ્વર્યા અને આરાધ્યાની તબિયત પણ ઠીક છે.
વધુ વાંચો
Advertisement





















