શોધખોળ કરો
Advertisement
21 દિવસના લૉકડાઉનમાં ઋત્વિકે લીધી પિયાનો શીખવાની ચેલેન્જ, શેર કર્યો શાનદાર વીડિયો
ઋત્વિક રોશન સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પિયાનો વગાડતો દેખાઇ રહ્યો છે
મુંબઇઃ કોરોના વાયરસ હરાવવા માટે આખો દેશ ઘરમાં પુરાઇ ગયો છે. બૉલીવુડ સેલેબ્સ પણ પોતાના કાસ્ટિંગના કામ પડતા મુકીને ઘરમાં છે. સ્ટાર્સ પોતાના ઘરમાં રહીને નવી નવી વસ્તુઓ શીખી રહ્યાં છે. ઋત્વિક રોશનએ એક વીડિયો શેર કરીને તે ઘરમાં રહીને શું કરી રહ્યો છે તેની ઝલક આપી છે.
ઋત્વિક રોશન સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પિયાનો વગાડતો દેખાઇ રહ્યો છે.
ઋત્વિક રોશન વીડિયો કેપ્શનમાં લખ્યુ - "વેદાંતુ (હું ઘરમાં મારા નાના પિયાનોવાદક)ના 21 દિવસના લર્નિંગ ચેલેન્જથી પ્રેરિત છું. એટલા હું હાલ મિશન પિયાનો પર છું. આમ તો આ મસ્તિષ્કના બન્ને ભાગોને સક્રિય કરવાની એક ખાસ રીત છે, વેદાંતુ દ્વારા શીખવા અને વિકાસ કરવાની એક અનોખી પહેલ."
ઋત્વિક રોશન પોતાની પત્ની સુઝૈનને ફોટો બૉમ્બ કહીને બોલાવે છે, ફોટોબૉમ્બ એટલે તે વ્યક્તિ જે કોઇપણ તસવીરને બગાડવાનુ કામ કરે છે. સુઝૈન હંમેશા ઋત્વિક રોશન સાથે મસ્તી કર્યા કરે છે. એટલે બન્ને વચ્ચે સોશ્યલ મીડિયામાં આવા શબ્દોનો ઉપયોગ થતો રહે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દુનિયા
ક્રિકેટ
Advertisement