શોધખોળ કરો
Advertisement
ભલ્લાલદેવે ખોલ્યુ રાજ, બતાવ્યુ કઇ રીતે ગર્લફ્રેન્ડ મિહીકાને કર્યુ હતુ પ્રપૉઝ
સોશ્યલ મીડિયા પર એક્ટરે આ વાતની ફેન્સને જાણ કરી હતી. અભિનેતાએ ગર્લફ્રેન્ડ મિહીકા સાથેની સગાઇને કેટલીક તસવીરો પણ શેર કરી હતી, અને ફેન્સે તેમને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ બધાની વચ્ચે હવે એક મોટો ખુલાસો તેમના પ્રપૉઝને લઇને થયો છે
નવી દિલ્હીઃ સુપરહિટ ફિલ્મ બાહુબલીમાં નેગેટિવ રૉલ કરીને ફેમસ થયેલો અભિનેતા રાણા દગ્ગુબાતીને લોકો ખુબ પસંદ કરે છે. તાજેતરમાં જ ભલ્લાલદેવે એટલે કે દગ્ગુબાતીએ પોતાની ગર્લફ્રેન્ડ મિહીકા બજાજ સાથે સગાઇ કરી લીધા છે.
સોશ્યલ મીડિયા પર એક્ટરે આ વાતની ફેન્સને જાણ કરી હતી. અભિનેતાએ ગર્લફ્રેન્ડ મિહીકા સાથેની સગાઇને કેટલીક તસવીરો પણ શેર કરી હતી, અને ફેન્સે તેમને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ બધાની વચ્ચે હવે એક મોટો ખુલાસો તેમના પ્રપૉઝને લઇને થયો છે.
ઇન્ડિયન એક્સપ્રેસની સાથે થયેલા એક ઇન્ટરવ્યૂમાં રાણા દગ્ગુબાતીએ ખુલાસો કર્યો કે તેમને મિહીકા બજાજને કેવી રીતે પ્રપૉઝ કર્યુ હતુ. રાણાનુ કહેવુ છે કે જ્યારે તેને મિહીકાને કૉલ કર્યો ત્યારે તે જાણતી હતી કે શું થવાનુ છે. રાણાએ જણાવ્યુ કે તે પોતાના રિલેશનશીપને લઇને ખુબ ગંભીર હતો, અને જ્યારે તે મિહીકાને મળ્યો તે સમયે તેને લાગ્યુ કે તે આમા કરવા માટે તૈયાર છે.
મિહીકા બજાજની વાત કરવામાં આવે તો, તેનો જન્મ અને પાલન પોષણ હૈદરાબાદમાં થયુ છે, મિહીકા એક બિઝનેસ વૂમન છે. મિહીકા Dew Drop Design Studioની ફાઉન્ડર છે, જે ઇન્ટીરિયર ડિઝાઇનિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટ ફર્મ છે.
મિહીકાએ ચેલ્સી યુનિવર્સિટીમાં ઇન્ટીરિયર ડિઝાઇનમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે, મિહીકાની બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ સારી એવી મિત્રતા છે. તેને બૉલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્નના ફંક્શનમાં ભાગ લીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement