શોધખોળ કરો
Advertisement
દિશા પટ્ટણીએ સોશ્યલ મીડિયા પર શેર કર્યો જબરદસ્ત વર્કઆઉટ કરતો થ્રૉબેક વીડિયો
એક્ટ્રેસ દિશા પટ્ટણીનો આ વીડિયો થ્રૉબેક છે, જેમાં તે પોતાના વર્કઆઉટથી બધાને ચોંકાવી રહી છે. આ વીડિયોમાં એક્ટ્રેસ વેઇટલિફ્ટિંગ કરતી દેખાઇ રહી છે
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટ્ટણી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તે હંમેશા ગ્લેમરસ તસવીરો શેર કરતી હોય છે, અને તેને ફેન્સ પણ ખુબ રિસ્પોન્સ આપે છે. તાજેતરમાં દિશા પટ્ટણી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક જબરદસ્ત વર્ક આઉટ કરતો વીડિયો શેર કર્યો છે. જે ખુબ વાયરલ થઇ રહ્યો છે.
એક્ટ્રેસ દિશા પટ્ટણીનો આ વીડિયો થ્રૉબેક છે, જેમાં તે પોતાના વર્કઆઉટથી બધાને ચોંકાવી રહી છે. આ વીડિયોમાં એક્ટ્રેસ વેઇટલિફ્ટિંગ કરતી દેખાઇ રહી છે.
દિશા પટ્ટણીએ વીડિયો પૉસ્ટ કર્યો છે, જેમાં તે 80 કિલો વજનની સાથે ફૂલ રેન્જ સ્ક્વેટ કરતી દેખાઇ રહી છે. દિશાએ ઇન્સ્ટાગ્રામ પર બે થ્રૉબેક વીડિયો શેર કર્યા છે, જેમાં 75 કિલો વજનની સાથે સ્ક્વેટ કરતી દેખાઇ રહી છે. વળી, બીજા વીડિયોમાં તે પાંચ કિલો બીજુ વજન જોડીને ટ્રેનર પાસે થોડી મદદ લઇને સ્ક્વેટ્સ કરતી દેખાઇ રહી છે.
દિશાએ વીડિયોના કેપ્શનમાં લખ્યું- હેશટેગ થ્રૉબેક જ્યારે હુ સ્ટ્રૉન્ગ હતી, તે સમયે હું 75 કિલો વજનની સાથે એક રેપ કરતી હતી, અને બીજા સેટ 80 કિલોની સાથે 1 ફૂલ રેન્જ સ્ક્વેટ્સ કરતી હતી.
અભિનેત્રી દિશા પટ્ટણીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિશા છેલ્લા ફિલ્મ મલંગમાં દેખાઇ હતી. જેમાં અનિલ કપૂર, આદિત્ય રૉય કપૂર, અને કૃણાલ ખેમૂ પણ હતા. હવે દિશા અપકમિંગ ફિલ્મ રાધે, યોર મૉસ્ટ વૉન્ટેડ ભાઇમાં દેખાશે. આ ફિલ્મમાં તે સલમાન સાથે દેખાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દુનિયા
બિઝનેસ
Advertisement