Janhvi Kapoor Video: ઝીનત અમાનના લૂકમાં જોવા મળી એક્ટ્રેસ જાહ્નવી, જુઓ વીડિયો
બોલીવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર અવારનવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેણે તેની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે ઘણી ચર્ચામાં રહી હતી.
Janhvi Kapoor Video: બોલીવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર અવારનવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેણે તેની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે ઘણી ચર્ચામાં રહી હતી. હવે ફરી એકવાર તેણે એક વીડિયો ક્લિપ શેર કરી છે. આ વીડિયોમાં તે ઝીનત અમાનથી પ્રેરિત લુકમાં જોવા મળી રહી છે. વ્હાઈટ કલરના આ શાનદાર લૂકમાં જાહ્નવી કપૂર ખૂબ જ સુંદર લાગી રહી છે.
View this post on Instagram
જાહ્નવી કપૂરએ અભિનેત્રીઓમાંની એક છે જે એક્ટિંગની સાથે સાથે સોશિયલ મીડિયા દ્વારા પણ ચર્ચામાં રહે છે. તેના ચાહકો અભિનેત્રીની પોસ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે તેના ચાહકો તેની તાજેતરની પોસ્ટ્સને કારણે તેના વખાણ કરતા થાકતા નથી.
View this post on Instagram
જાહ્નવી કપૂરે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ વીડિયોમાં તે વ્હાઈટ કલરના હોટ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે કેવી રીતે લૈલા મેં લૈલા ગીતમાંથી ઝીનત અમાનના આઇકોનિક લૂકને કોપી કરતી જોવા મળી રહી છે. આ સાથે અભિનેત્રીને લૈલા મેં લૈલા લાઇન બોલતા પણ સાંભળી શકાય છે. વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું કે, 'Call me Gen Z-Innat'.
જાહ્નવી કપૂરના આ લૂક પર ઘણા લોકોએ કોમેન્ટ કરી છે. પીઢ અભિનેતા જેકી શ્રોફે પણ કોમેન્ટ કરી છે. જાહ્નવીની આ પોસ્ટ પર ઘણા દિગ્ગજોએ કોમેન્ટ કરી છે. ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ હાર્ટ ઈમોજી શેર કરી છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે જાહ્નવી કપૂર છેલ્લે વરુણ ધવન સાથે ફિલ્મ બવાલમાં જોવા મળી હતી. હવે તે ટૂંક સમયમાં જ રાજકુમાર રાવ સાથે ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં કામ કરતી જોવા મળશે.