શોધખોળ કરો
Advertisement
અમિતાભ બચ્ચનને ડાયરેક્ટ કરશે અજય દેવગન, જાણો શું છે ફિલ્મની ડિટેલ્સ
બિગ બી અને અજય દેવગે મેજર સાહબ, ખાકી, સત્યાગ્રહ અને હિન્દુસ્તાનની કસમમાં સાથે કામ કર્યુ છે. બન્ને સ્ટાર્સ સાત વર્ષ બાદ ફરી એકવાર સાથે દેખાશે, 2013માં રિલીઝ થયેલી ફિલ્મ સત્યાગ્રહમાં બન્નેએ છેલ્લીવાર સાથે કામ કર્યુ હતુ
મુંબઇઃ બૉલીવુડ અભિનેતા અજય દેવગન બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને ડાયરેક્ટ કરવા માટે પુરેપુરો તૈયાર છે. ફિલ્મ મેડેમાં બન્ને એક્ટરો કેમેરાની સામે ફરીથી દેખાશે. બિગ બી અને અજય દેવગે મેજર સાહબ, ખાકી, સત્યાગ્રહ અને હિન્દુસ્તાનની કસમમાં સાથે કામ કર્યુ છે. બન્ને સ્ટાર્સ સાત વર્ષ બાદ ફરી એકવાર સાથે દેખાશે, 2013માં રિલીઝ થયેલી ફિલ્મ સત્યાગ્રહમાં બન્નેએ છેલ્લીવાર સાથે કામ કર્યુ હતુ.
ફિલ્મ મેડેને અજય દેવગન ડાયરેક્ટ કરવાનો છે. પ્રૉજેક્ટના નજીકના સુત્રોએ જણાવ્યુ કે, અજય ફિલ્મ ભૂજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયામાં પોતાનુ કામ પુરુ કર્યા બાદ આ પ્રૉજેક્ટને હૈદરાબાદમાં આ ડિસેમ્બરમાં શરૂ કરી દેશે. મહાનાયક અત્યારે કેબીસીનુ શૂટિંગ કરી રહ્યો છે.
મેડે ફિલ્મને લઇને અજય દેવગન ખાસ ઉત્સાહિત દેખાઇ રહ્યો છે, તે હૈદરાબાદમાં ફિલ્મનુ શૂટિંગ શરૂ કરવા જઇ રહ્યો છે. ફિલ્મની સાથે અમિતાભ બચ્ચનનુ જોડાવવુ, તે તેનાથી મોટી વાત છે. કહેવાઇ રહ્યું છે કે ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાનુ શૂટિંગ ખતમ કરીને અજય પોતાના નવા પ્રૉજેક્ટ પર લાગી જશે. તે અમિતાભ બચ્ચન સાથે કામ કરવાને લઇને ખુબ ખુશ છે. ફિલ્મને લઇને વધુ ડિટેલ સામે નથી આવી પરંતુ અમિતાભ બચ્ચન-અજય દેવગનની જોડીને જોવા ફેન્સ ખુબ ઉત્સાહિત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દુનિયા
Advertisement