Statue of Unity: સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોચ્યો બોલિવૂડનો સુપરસ્ટાર, તમે ઓળખ્યાં કે નહીં?
Statue of Unity: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોજ હજારો પ્રવાસીઓ મુલાકાતે આવે છે. સામાન્ય લોકોની સાથે સાથે ઘણા સેલીબ્રીટીઓ પણ દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમાની મુલાકાત લઈ ચૂક્યા છે.
Statue of Unity: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોજ હજારો પ્રવાસીઓ મુલાકાતે આવે છે. સામાન્ય લોકોની સાથે સાથે ઘણા સેલીબ્રીટીઓ પણ દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમાની મુલાકાત લઈ ચૂક્યા છે. હવે આ કડીમાં બોલિવૂડના સુપર સ્ટાર અક્ષય કુમાર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે અક્ષય કુમાર એક ખાનગી ચેનલની જાહેરાત માટે અહીં આવ્યા છે. અક્ષય કુમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેનો ફોટો પણ ટ્વીટ કર્યો છે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વિટરમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેનો ફોટો શેર કર્યો છે.
I am in Ekta Nagar, home to ‘Statue of Unity’ the world’s tallest statue. So much to do here in the lap of nature.
— Akshay Kumar (@akshaykumar) November 13, 2022
Have you been here? pic.twitter.com/4UsVoWmw4N
તેમણે ફોટો શેર કરતા લખ્યું કે, હું એકતા નગરમાં છું, જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ આવેલી છે. અહીં પ્રકૃતિના ખોળામાં ઘણું બધું કરવા જેવું છે. તમે અહીંની મુલાકાત લીધી છે?
ભાજપના MLA મધુ શ્રીવાસ્તવે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની કરી જાહેરાત
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. કાર્યકર્તાઓની વચ્ચે મધુ શ્રીવાસ્તવે રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ભાજપ માટે તન, મન અને ધનથી કામ કર્યું છે. મારી ટિકિટ કપાતા કાર્યકર્તાઓમાં રોષ છે.
તેમણે કહ્યું કે પાંચ ટર્મ સુધી સેવા કરવાની તક આપી તે માટે ભાજપનો આભાર છે, મને કોઇ મનાવવા આવ્યા નથી. 500 કાર્યકર્તાઓ સાથે રાજીખુશીથી ભાજપમાંથી રાજીનામું આપું છું. મધુ શ્રીવાસ્તવ અપક્ષ તરીકે ચૂંટણી લડી શકે છે.
સુરતમાં આમ આદમી પાર્ટીને લાગ્યો સૌથી મોટો ઝટકો, પાટીલે શું પાડ્યો મોટો ખેલ?
આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ છે. આ પહેલા સુરતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે. અલ્પેશ કથીરિયાના પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનો ભાજપમાં જોડાયા છે. વિજયભાઈ માંગુકિયા સહિત કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત ભાવનગર પાસ કન્વીનર નીતિન ઘેલાણી સહિતના લોકો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તેમને ટોપી અને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા. પાસના મુખ્ય કન્વીનાર અલ્પેશ કથીરિયા આપમાંથી લડી રહ્યા હોવાથી તેમના માટે આ મોટો ફટકો છે.
નણંદ કરી રહી છે ભાભીની હારનો પ્રચાર !
આ બેઠક પરથી કોંગ્રેસ નયનાને મેદાનમાં ઉતારશે તેવી અટકળો ચાલી રહી હતી, પરંતુ હજુ ચિત્ર સ્પષ્ટ થયું નથી. જો કે, હરીફાઈ હજુ પણ રસપ્રદ છે કારણ કે નણંદ અહીં તેની ભાભીનો સખત વિરોધ કરી રહી છે અને તેની હાર માટે જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. નયના જાડેજા કહે છે કે ભાજપે તેમની ભાભી રિવાબાને ટિકિટ આપીને ભૂલ કરી છે, રિવાબા ભલે સેલિબ્રિટી હોય, પણ તેમને અનુભવ નથી તેથી ભાજપ હારી જશે. ચાલો તમને જણાવીએ કે રાજનીતિમાં કોણ આગળ છે