શોધખોળ કરો

સલમાન ખાન બાદ હવે Amitabh Bachchanની સુરક્ષામાં વધારો, મળી X કેટેગરીની સિક્યુરિટી

મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્રની રાજ્ય સરકાર બોલિવૂડના તમામ મોટા સ્ટાર્સની સુરક્ષા વધારી રહી છે.

Amitabh Bachchan Security: મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્રની રાજ્ય સરકાર બોલિવૂડના તમામ મોટા સ્ટાર્સની સુરક્ષા વધારી રહી છે. આગલા દિવસે સલમાન ખાનને Y પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી. આ સાથે જ બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે, બીગ બીની સુરક્ષા હવે X કેટેગરીની કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, બોલિવુડના મોટા કલાકારો પર કોઈને કોઈ પ્રકારનો ખતરો રહેતો હોય છે, જેના કારણે તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અગાઉ બચ્ચનને મુંબઈ પોલીસની સામાન્ય સુરક્ષા આપવામાં આવી હતી.

સલમાન ખાનને Y+ કેટેગરીની સુરક્ષા મળીઃ

તમને જણાવી દઈએ કે, ગત દિવસે સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. સલમાન ખાનને મળી રહેલી સતત ધમકીઓ સંબંધિત માહિતી ઘણા સમયથી દિલ્હી પોલીસ આપી રહી છે. પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસમાં ધરપકડ કરાયેલા ઘણા આરોપીઓએ પણ સલમાન ખાનને મારવા અંગેના આયોજન વિશે ઘણા ખુલાસા કર્યા હતા. તેને જોતા મહારાષ્ટ્ર સરકારે સલમાન ખાનની સુરક્ષા વધારીને Y+ કેટેગરીની કરી છે. આ પહેલાં સલમાન ખાનને પણ બંદૂકનું લાઇસન્સ આપવામાં આવ્યું હતું.

ઈન્ટેલિજેન્સ વિભાગના રિપોર્ટ મુજબ અપાય છે સુરક્ષાઃ

તમને જણાવી દઈએ કે, કોઈ પણ વ્યક્તિને સુરક્ષા આપવી જોઈએ કે નહીં, તેના માટે તે રાજ્યનો ઈન્ટેલિજેન્સ વિભાગ એક રિપોર્ટ બનાવે છે અને તે નક્કી કરવામાં આવે છે કે તે વ્યક્તિને કેટલો ખતરો છે. રિપોર્ટના આધારે જ સુરક્ષા આપવામાં આવે છે. અમિતાભ બચ્ચન સિવાય મહારાષ્ટ્ર સરકારે બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારને પણ X કેટેગરીની સુરક્ષા આપી છે. જે મુજબ અક્ષય કુમારને ત્રણ અલગ-અલગ શિફ્ટમાં 3 પોલીસકર્મીઓ દ્વારા સુરક્ષા કવચ આપવામાં આવે છે.

શાહરૂખ ખાને તેના જન્મદિવસ પર પઠાણનું એક્શન પેક્ડ ટીઝર રિલીઝ કર્યું

Shah Rukh Khan Pathaan Teaser Out: બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન આજે 57 વર્ષનો થઈ ગયો છે. તેનો જન્મદિવસ તેના ચાહકો માટે કોઈ મોટા તહેવારથી ઓછો નથી. બીજી તરફ, કિંગ ખાને તેના જન્મદિવસ પર તેના ચાહકોને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે. વાસ્તવમાં શાહરૂખ ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'પઠાણ'નું ટીઝર આજે બહાર આવ્યું છે. SRK એ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરીને ફેન્સને આ જાણકારી આપી છે.

SRKએ ટ્વીટ કરીને ટીઝર આઉટ વિશે જાણકારી આપી હતી.

શાહરુખે ટ્વીટ પર લખ્યું, “તમારી ખુરશીનો પટ્ટો બાંધો…પઠાણનું ટીઝર હવે બહાર આવ્યું છે. 25 જાન્યુઆરી 2023 ના રોજ તમારી નજીકની મોટી સ્ક્રીન પર YRF50 સાથે પઠાણની ઉજવણી કરો. હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ.”

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Embed widget