ટ્રોલિંગ બાદ Ayesha Takia એ ડિલિટ કર્યું પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ!
ટારઝન અને વોન્ટેડ જેવી ફિલ્મોને કારણે આયેશા ટાકિયા એક સમયે નેશનલ ક્રશ બની ગઈ હતી. તેની સુંદરતાએ લોકોને તેના દિવાના બનાવી દીધા હતા.
ટારઝન અને વોન્ટેડ જેવી ફિલ્મોને કારણે આયેશા ટાકિયા એક સમયે નેશનલ ક્રશ બની ગઈ હતી. તેની સુંદરતાએ લોકોને તેના દિવાના બનાવી દીધા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે પ્લાસ્ટિક સર્જરી કરાવવાના સમાચારોને કારણે ચર્ચામાં છે. હાલમાં જ તેણે એક તસવીર શેર કરી છે જેના કારણે તે ખૂબ ટ્રોલ થઈ છે. ટ્રોલ થયા બાદ હવે તેણે મોટું પગલું ભર્યું છે.
બોલીવૂડ અભિનેત્રી આયેશા ટાકિયાએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી હતી. કારમાં સેલ્ફી લેતી જોવા મળેલી આયેશાએ ટ્રેડિશનલ લુક અપનાવ્યો હતો. તેણે વાદળી અને સોનેરી રંગની સિલ્ક સાડી પહેરી હતી અને ગોલ્ડ જ્વેલરી સાથે તેનો દેખાવ પૂર્ણ કર્યો હતો. ખુલ્લા વાળ સાથે ગ્લોસી લિપ શેડ પહેરવામાં આવ્યો હતો.
આયશા ટાકિયા આ ફોટોના કારણે ઘણી ટ્રોલ થઈ હતી. લોકોએ અભિનેત્રીને પૂછ્યું કે તેણીએ આવો દેખાવ કેમ કર્યો. લોકો સતત તેની તસવીર પર કોમેન્ટ કરી રહ્યા હતા.
સતત ટ્રોલ થયા બાદ 'ટારઝન' અભિનેત્રી આયેશા ટાકિયાએ સોશિયલ મીડિયા પર મોટું પગલું ભર્યું છે. તેણે પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી દીધું છે. આયેશા ટાકિયાનું ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખુલી રહ્યું નથી. તેનું ઈન્સ્ટાગ્રામ પર આયેશા ટાકિયા આઝમીના નામે એકાઉન્ટ હતું, જેના 2 મિલિયન ફોલોઅર્સ હતા. આયેશા પોતે 7773 લોકોને ફોલો કરતી હતી અને 1290 પોસ્ટ શેર કરી હતી.
આ વર્ષે ફેબ્રુઆરીમાં આયેશા ટાકિયા એરપોર્ટ પર જોવા મળી હતી. આ સમય દરમિયાન પણ તેના બદલાયેલા અવતાર માટે લોકોએ તેને ખૂબ ટ્રોલ કરી હતી. લોકોએ દાવો કર્યો કે તેણીએ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. આ ટ્રોલિંગથી કંટાળીને આયેશાએ લાંબી નોટ લખીને ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો અને કહ્યું કે દેશમાં લોકો પાસે તેમના દેખાવની ટીકા કરવા સિવાય બીજો કોઈ મહત્વનો મુદ્દો નથી. તેણે ટ્રોલ્સને વાહિયાત ગણાવ્યા હતા.
આયેશા ટાકિયાનો લુક લોકોને પસંદ ન આવ્યો. લોકોને લાગ્યું કે તેણે ચહેરા પર સર્જરી કરાવી છે તેથી લોકોએ આયેશા ટાકિયાને ખરાબ રીતે ટ્રોલ કરી હતી અને તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ ટ્રોલનો જવાબ પણ આપ્યો હતો. એકટ્રેસે તેના પર કમેન્ટ કરવા અને તેના દેખાવ પર હાસ્યાસ્પદ અભિપ્રાયો આપવા બદલ લોકોની નિંદા કરી હતી.