શોધખોળ કરો

Bholaa Trailer:  'ભોલા' ના ટ્રેલરમાં દમદાર જોવા મળ્યો દીપક ડોબરિયાલનો વિલન લૂક, અજયને લઈ અભિનેતાએ કહી આ વાત 

હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા અજય દેવગનની આગામી ફિલ્મ  'ભોલા'નું દમદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

Deepak Dobriyal Bholaa Trailer Launch: હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા અજય દેવગનની આગામી ફિલ્મ  'ભોલા'નું દમદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ 'ભોલા'માં અજય દેવગન એક્શન અને એડવેન્ચરનું શાનદાર ઉદાહરણ આપતો જોવા મળે છે. આ સાથે એક્ટર દીપક ડોબરિયાલ પણ 'ભોલા'ના ટ્રેલરમાં પોતાના ખલનાયક રોલથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા છે.  'ભોલા'ના ટ્રેલર લોન્ચ દરમિયાન દીપક ડોબરિયાલે ફિલ્મ 'ભોલા'માં તેના નકારાત્મક રોલ વિશે ખુલીને વાત કરી હતી.

'ભોલા'માં નેગેટિવ રોલ પર બોલ્યો દિપક ડોબરિયાલે

અજય દેવગન સ્ટારર ભોલાનું શાનદાર ટ્રેલર સોમવારે મુંબઈના IMAX સિનેમામાં 3Dમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભોલાની સ્ટાર કાસ્ટ અજય દેવગન, તબ્બુ, દીપક ડોબરિયાલ, વિનીત કુમાર અને ટી-સિરીઝના નિર્માતા ભૂષણ કુમાર હાજર હતા. આ દરમિયાન દીપક ડોબરિયાલને ભોલા ફિલ્મમાં તેની વિલનની ભૂમિકા વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના પર દીપક ડોબરિયાલે કહ્યું છે કે- 'ઘણીવાર તમે મને કોમેડી રોલમાં જોયો છે પરંતુ મારા માટે આ બિલકુલ નવું છે, જેનો શ્રેય સ્પષ્ટપણે અજય દેવગનને જાય છે. ભોલામાં જે રીતે મારું પાત્ર જોવા મળે છે. તે સૌથી અલગ છે. અજય દેવગન ભાઈના કારણે જ હું આ રોલ કરી શક્યો છું. આ રીતે દીપક ડોબરિયાલે ભોલામાં તેના વિલન પાત્રની ચર્ચા કરી છે.

કેવું છે ભોલાનું ટ્રેલર ?

ફિલ્મમાં અજય દેવગન અને તબ્બુ સિવાય  અન્ય સ્ટાર્સ પણ છે જે પહેલા પણ ચાહકોને પોતાની એક્ટિંગથી પ્રભાવિત કરી ચૂક્યા છે.   સંજય મિશ્રા પોતાના નાનકડા રોલથી મોટી  અસર પાડવા માટે જાણીતા છે. આ સિવાય ગજરાજ રાવે પણ પોતાના અભિનયથી ચાહકોનું ખૂબ જ મનોરંજન કર્યું છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ ફિલ્મમાં બંનેના પાત્રો કેવું રહે છે અને તેઓ ચાહકોનું કેટલું મનોરંજન કરી શકે છે. અજય દેવગન અને તબ્બુની જોડી હંમેશા ફેન્સની પસંદ રહી છે. આવી સ્થિતિમાં બંનેને ફરી એકવાર સ્ક્રીન પર જોવા શાનદાર રહેશે. 

ફિલ્મની વાત કરીએ તો  30 માર્ચે રિલીઝ થવાની છે. ટ્રેલર જોયા પછી ચાહકોની પ્રતિક્રિયા જોઈને લાગે છે કે તેઓ આ એક્શનથી ભરપૂર ફિલ્મ જોવા માટે ઉત્સુક છે. આ ફિલ્મમાં અજય દેવગન માત્ર એક્ટર જ નહીં પણ ડિરેક્ટર પણ છે. ફિલ્મની સંપૂર્ણ જવાબદારી તેના ખભા પર છે. આ સિવાય અજય દેવગન પાસે ઘણી ફિલ્મો છે. તે નામ, સિંઘમ અગેન અને મેદાન ફિલ્મનો  ભાગ છે.

ટોપ સ્ટોરી

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  

વિડિઓઝ

Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત
CM Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની બહેનોને આપી નવરાત્રિની ભેટ
Navratri Special: અંકમાં આદ્યશક્તિ: ન્યુમેરોલોજી અને નવરાત્રીનું શું છે ખાસ કનેક્શન? જાણો આ રહસ્ય!
Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
Embed widget