Viral Video: જ્યારે રિયાલિટી શોમાં પર્ફોમ્સ દરમિયાન કપિલ શર્મા ભૂલી ગયા હતા લિરિક્સ,અનુ મલિકે આ રીતે લગાવી હતી ફટકાર, જુઓ વીડિયો
આ વીડિયો શો સ્ટાર યા રોકસ્ટાર(Star ya Rockstar)નો છે. જેમાં કપિલ શર્માએ કન્ટેસ્ટેન્ટ તરીકે ભાગ લીધો હતો. કપિલે ફિલ્મ ‘રબ ને બનાદી જોડી’નું સોન્ગ ‘હોલે હોલે હો જાયેગા પ્યાર’ ગાયું હતું.
Kapil Sharma viral video: આ વીડિયો શો સ્ટાર યા રોકસ્ટાર(Star ya Rockstar)નો છે. જેમાં કપિલ શર્માએ કન્ટેસ્ટેન્ટ તરીકે ભાગ લીધો હતો. કપિલે ફિલ્મ ‘રબ ને બનાદી જોડી’નું સોન્ગ ‘હોલે હોલે હો જાયેગા પ્યાર’ ગાયું હતું.
કપિલ શર્માનો એક જુનો વીડિયો હાલ ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો એ સમયનો છે જ્યારે કપિલ શર્મા મુંબઇમાં પોતાનું સ્થાન બનાવવાની કોશિશ કરી રહ્યાં હતા અને આજે જેટલા પોપ્યુલર છે, તેટલા ન હતા. આ વીડિયો સિંગિગ શો ‘સ્ટાર યા રોકસ્ટાર’નો છે. જેમાં કપિલે કન્ટેસ્ટેન્ટ તરીકે ભાગ લીધો હતો. કપિલે ફિલ્મ ‘રબ ને બનાદી જોડી’નું સોન્ગ ‘હોલે હોલે હો જાયેગા પ્યાર’ ગાયું હતું.
][/yt]
વીડિયોમાં જોઇ શકાય છે કે, અસલી કહાણી કપિલના સોન્ગ ગાયા બાદ શરૂ થાય છે. કપિલ શર્મા આ સોન્ગના કેટલાક લિરિક્સ ભૂલી જાય છે. જેના કારણે શો જજ અનુ મલિક ખરી ખોટી સંભળાવે છે. અનુ મલિક તો ત્યાં સુધી કહી દે છે કે, ‘હું મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝનો માણસ છું હું આ ભૂલોને નજરઅંદાજ નથી કરી શકું અને આ વસ્તુને ભૂલી નહીં શકું મને લાગે છે કે, આપે રિયાઝ કરવાની જરૂર છે’ આ ઘટના બાદ ટર્ન આવે છે મીકા સિંહનો જે સીધા જ અનુ મલિક સાથે બાખડી પડે છે.
મીકા સિંહ કહે છે કે, આપ વર્ડ ભૂલી જતાં હો તો કંઇ વાંધો નહીં. મને ખબર છે કે અનુ મલિક માઇકલ જેકશનના ફેન છે પરંતુ તેમનું એક પણ લિરિકસ સમજમાં નહી આવતું હોય.ત્યારબાદ અનુ મલિક વચ્ચે બોલતા રહે છે અને તેને મીકા સાંભળે છે. અનુ કહે છે. ‘બેટા મે માઇકલ જેકશનના ઇતના બડા ફેન હું’ ‘તો ચલો તેનું એક માઇકલ જેકશનનું રૈપ સંભળાવો’ અનુ કહે છે, ‘મેં ક્યું સુનાવું’ જેના પગલે મીકા કહે છે. ‘આપને પ્રૂવ કરના ચાહિએ’
આ પણ વાંચો
કોણ છે ભારતની આ યંગ ઓફિસર, જેણે UNમાં ઇમરાન ખાનની બોલતી કરી દીધી બંધ?
વિદેશ યાત્રાએ જતાં લોકો માટે સારા સમાચાર, CoWIN એપ પર મળશે આ નવી સુવિધા