શોધખોળ કરો
Advertisement
લોકોની મદદ માટે શેલ્ટર સાથે હાથ મિલાવ્યો આ એક્ટરે, બોલ્યો- સરકારનું સાંભળો, ઘરમાં રહો ફિટ રહો.....
સંજય દત્તે મુંબઇમાં સાવરકર શેલ્ટર હૉમની સાથે હાથ મિલાવીને ગરીબો અને મજૂરોને ખાવાનુ તેમજ અન્ય જરૂરી સામગ્રી પુરી પાડવાનુ કામ શરૂ કર્યુ છે
મુંબઇઃ સરકારે દેશભરમાં લૉકડાઉનની જાહેરાત કરી દીધી છે, ફરી એકવાર ગરીબો અને મજૂરોની મદદે બૉલીવુડ સેલિબ્રિટીઓ આવી રહ્યાં છે. હવે સંજય દત્ત પણ આ લિસ્ટમાં જોડાઇ ગયો છે. સંજય દત્ત એક શેલ્ટર હૉમ સાથે જોડાઇને લોકોની મદદ કરી રહ્યો છે.
રિપોર્ટ મુજબ, સંજય દત્તે લોકોને કહ્યું કે, આ આપણા દેશ માટે મુશ્કેલીનો સમય છે, દરેક વ્યક્તિ પોતાના હિસાબે મદદ કરી રહ્યો છે. હાલ સોશ્યલ ડિસ્ટેન્ટન્સિંગ રાખવાનો સમય છે, દરેકે ઘરમાં રહેવુ જોઇએ, અને ફિટ રહેવુ જોઇએ.
સોશ્યલ સર્વિસની સાથે સાથે સંજય દત્તે ફિટનેસ પર પણ ધ્યાન આપવાની વાત કહી છે. સંજય દત્તે એક ટ્વીટ કર્યુ જેમાં વીડિયો લોકોને ઘરમાં રહીને ફિટ રહેવાની અને ખાસ કરીને સરકારની અપીલને સાંભળવાની સલાહ આપી છે.
સંજય દત્તે મુંબઇમાં સાવરકર શેલ્ટર હૉમની સાથે હાથ મિલાવીને ગરીબો અને મજૂરોને ખાવાનુ તેમજ અન્ય જરૂરી સામગ્રી પુરી પાડવાનુ કામ શરૂ કર્યુ છે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર દેશનો એવુ રાજ્ય છે જેમાં સૌથી વધુ કોરોના સંક્રમિતો સામે આવ્યા છે, ખાસ કરીને મુંબઇને હાલત કોરોનાના કારણે એકદમ ખરાબ થઇ ગઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement