Deepika Padukone: દીપિકા પાદુકોણની તબિયત અચાનક બગડી, મુંબઈની હોસ્પિટલમાં દાખલ
અભિનેત્રી દીપિકા પાદુકોણને અસ્વસ્થતાની ફરિયાદ બાદ સોમવારે રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અભિનેત્રી હવે સંપૂર્ણ સ્વસ્થ છે.
Deepika Padukone: અભિનેત્રી દીપિકા પાદુકોણને અસ્વસ્થતાની ફરિયાદ બાદ સોમવારે રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અભિનેત્રી હવે સંપૂર્ણ સ્વસ્થ છે. આ બીજી વખત છે જ્યારે દીપિકાની તબિયત બગડી છે.
ગભરામણની ફરિયાદ બાદ દીપિકા હોસ્પિટલમાં દાખલ
View this post on Instagram
દીપિકા પાદુકોણે હોસ્પિટલમાં તેના લગભગ તમામ ટેસ્ટ કરાવ્યા જેમાં તેને અડધો દિવસ લાગ્યો હતો. અસ્વસ્થતાની ફરિયાદ બાદ અભિનેત્રીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પિંકવિલાના એક અહેવાલમાં જણાવાયું છે કે અભિનેત્રીની ટીમે હજુ સુધી આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ દીપિકા હવે સ્વસ્થ છે.
અભિનેત્રીની આગામી ફિલ્મો
View this post on Instagram
આ દરમિયાન, વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા છેલ્લે અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને ધૈર્ય કર્વા સાથે 'ગહરાઈયાં'માં જોવા મળી હતી. આ ફિલ્મનું નિર્દેશન શકુન બત્રાએ કર્યું હતું. આ સિવાય જો તેની આવનારી ફિલ્મો વિશે વાત કરીએ તો અભિનેત્રી પ્રભાસ અને નાગા ચૈતન્યની ફિલ્મમાં જોવા મળશે જેનું ટાઈટલ હજુ જાહેર થયું નથી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ મહત્વના રોલમાં જોવા મળશે. દીપિકા શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'માં પણ મહત્વના રોલમાં જોવા મળશે. તે રિતિક રોશન સાથે 'ફાઇટર'નો પણ એક ભાગ છે.
આ સિવાય દીપિકા 'ધ ઈન્ટર્ન'નો પણ એક ભાગ છે જ્યાં તે 'પીકુ'ના કો-સ્ટાર અમિતાભ બચ્ચન સાથે ફરી એકવાર સ્ક્રીન શેર કરતી જોવા મળશે. દીપિકા અત્યારે ઠીક છે, તેના ચાહકો માટે આ રાહતના સમાચાર છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
