Golden Globe Awards 2026: ટેયાના ટેલરને મળ્યો બેસ્ટ સપોટિંગ ફિમેલનો એવોર્ડ, જાણો સંપૂર્ણ વિજેતાઓની યાદી
Golden Globe Awards 2026: 16 વર્ષીય અભિનેતા ઓવેન કૂપરે બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીતીને ઇતિહાસ રચ્યો. આ તેનો પહેલો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ છે.

Golden Globe Awards 2026: ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2026ના વિનર્સની જાહેરાત લોસ એન્જલસમાં થઈ હતી. દર વર્ષે આ પ્રતિષ્ઠિત હોલિવૂડ એવોર્ડ સમારોહ ફિલ્મો અને ટીવી સીરિઝના એવા સ્ટાર્સનું સન્માન કરે છે જેમણે તેમના શાનદાર અભિનય અને વાર્તાથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે. ચાલો જાણીએ આ વર્ષના ગોલ્ડન ગ્લોબ એવોર્ડ વિજેતાઓની યાદી.
2026 ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે વિજેતાઓની સંપૂર્ણ યાદી
Congratulations to the 83rd Annual Golden Globes nominees! 🏆 See the full list here: https://t.co/Pos3fLqsU2
— Golden Globes (@goldenglobes) December 8, 2025
Watch the #GoldenGlobes hosted by @NikkiGlaser LIVE Sunday, Jan. 11 at 5 PT | 8 ET on @CBS and @paramountplus!
83મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સનું આયોજન સતત બીજા વર્ષે કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સમાં બેવર્લી હિલ્ટન હોટલમાં કોમેડિયન નિક્કી ગ્લેઝરે કર્યું હતું. તે એક અદભૂત કાર્યક્રમ હતો, જેમાં ફિલ્મ અને ટેલિવિઝનના કેટલાક મોટા નામો હાજર રહ્યા હતા જેઓ શાનદાર લૂકમાં પહોંચ્યા હતા. ઘણા સ્ટાર્સે પણ એવોર્ડ જીત્યા હતા. "એડોલેસેન્સ" વેબ સીરિઝથી લોકપ્રિયતા મેળવનાર 16 વર્ષીય અભિનેતા ઓવેન કૂપરે બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીતીને ઇતિહાસ રચ્યો. આ તેનો પહેલો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ છે.
And Best Female Actor – Motion Picture – Drama goes to.... Jessie Buckley in Hamnet! ✨ #GoldenGlobes pic.twitter.com/zoFUNSBmVM
— Golden Globes (@goldenglobes) January 12, 2026
2026 ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે વિજેતાઓની યાદી
બેસ્ટ ફીમેલ સપોર્ટિંગ એક્ટ્રેસ - ટેયાના ટેલર, વન બેટલ આફ્ટર અનધર (પ્રથમ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ)
બેસ્ટ મેલ સપોટિંગ એક્ટર - સ્ટેલન સ્કાર્સગાર્ડ, સેન્ટિમેન્ટલ વેલ્યુ
બેસ્ટ મેલ એક્ટર, ટીવી સીરિઝ - નોઆ વાયલે, ધ પિટ
બેસ્ટ ફીમેલ એક્ટર, ટીવી સીરિઝ (સંગીત અથવા કોમેડી) - જીન સ્માર્ટ, હેક્સ (ત્રીજો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ)
બેસ્ટ મેલ એક્ટર, ટીવી ડ્રામા, ઓવેન કૂપર, એડોલેસેન્સ
બેસ્ટ મેલ એક્ટર, ટીવી સીરિઝ (સંગીત/કોમેડી) - સેથ રોજેન
બેસ્ટ પોડકાસ્ટ - એમી પોહલર
બેસ્ટ સોંગ મોશન પિક્ચર્સ - કે-પોપ ડેમન હન્ટર્સ
બેસ્ટ સ્કોર મોશનલ પિક્ચર્સ - લુડવિગ ગોરાન્સન, સિનર્સ
બેસ્ટ સ્ક્રીન પ્લે મોશન પિક્ચર - પોલ થોમસ એન્ડરસન, વન બેટલ આફ્ટર અનધર
બેસ્ટ પરફોમન્સ ફીમેલ એક્ટર- કોમેડી/સંગીત - રોઝ બાયર્ન, ઇફ આઈ હેડ લેગ્સ આઈ વૂડ કિક યુ
બેસ્ટ પરફોમન્સ મેલ, લિમિટેડ સીરિઝ-સ્ટીફન ગ્રેહામ એડોલેસેન્સ
બેસ્ટ સિનેમેટિક એન્ડ બોક્સ ઓફિસ અચીવમેન્ટ- સિનર્સ
બેસ્ટ ટેલિવિઝન લિમિટેડ સીરિઝ, એન્થોલોજી સિરીઝ - મિશેલ વિલિયમ્સ, ડાઇંગ ફોર સેક્સ!
બેસ્ટ ડિરેક્ટર- પોલ થોમસ એન્ડરસન, વન બેટલ આફ્ટર અનધર
બેસ્ટ એનિમેટેડ ફિલ્મ - કે-પોપ ડેમન હન્ટર્સ





















