Amitabh Bachchanને ભગવાન માનતા ભારતીય અમેરિકન પરીવારે ઘરની બહાર Big Bની લાખોની પ્રતિમા મુકી
બોલિવૂડ એક્ટર અને શહેનશાહ તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચનની ફેન ફોલોઈંગ આખી દુનિયામાં છે. તેમની એક ઝલક મેળવવા માટે લોકો કલાકો સુધી રાહ જુએ છે.
![Amitabh Bachchanને ભગવાન માનતા ભારતીય અમેરિકન પરીવારે ઘરની બહાર Big Bની લાખોની પ્રતિમા મુકી Indian American Family Has Installed A Life Size Statue Of Bollywood Superstar Amitabh Bachchan Amitabh Bachchanને ભગવાન માનતા ભારતીય અમેરિકન પરીવારે ઘરની બહાર Big Bની લાખોની પ્રતિમા મુકી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/29/cb7963a7d14eccd6ff32c514aa8959901661770872277391_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Amitabh Bachchan Statue In New Jersey: બોલિવૂડ એક્ટર અને શહેનશાહ તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચનની ફેન ફોલોઈંગ આખી દુનિયામાં છે. તેમની એક ઝલક મેળવવા માટે લોકો કલાકો સુધી રાહ જુએ છે. હવે બિગ બીની લોકપ્રિયતાનું આવું ઉદાહરણ અમેરિકામાં જોવા મળ્યું, જેને સાંભળીને તમે પણ દંગ રહી જશો. ન્યુ જર્સીના એડિસન સિટીમાં રહેતા એક ભારતીય અમેરિકન પરિવારે પોતાના ઘરે બોલિવૂડના શહેનશાહની પ્રતિમા સ્થાપિત કરી છે. પરિવારે ભવ્ય ઉજવણીનું પણ આયોજન કર્યું હતું જેમાં નેતા આલ્બર્ટ જસાનીએ પણ ભાગ લીધો હતો.
NRI ચાહકે ઘરની બહાર બિગ બીનું પૂતળું મુક્યું:
એડિસનમાં ભારતીય સુપરસ્ટાર્સની ફેન ક્લબ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અહીં રહેતા ગોપી શેઠ અને રિંકુએ તેમના ઘરની બહાર અમિતાભ બચ્ચનની (Amitabh Bachchan) પ્રતિમા સ્થાપિત કરી હતી. આ પ્રસંગે લગભગ 600 લોકોએ હાજરી આપી હતી. આ ઈવેન્ટમાં લોકોએ ખૂબ જ મસ્તી કરી હતી, સાથે જ ફટાકડા ફોડતા અને ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
પ્રતિમાના ભાવથી હોશ ઉડી જશેઃ
આ સ્ટેચ્યુમાં અમિતાભ બચ્ચન 'કૌન બનેગા કરોડપતિ'ની સ્ટાઈલમાં બેઠેલા જોવા મળે છે. આ પ્રતિમાને એક મોટા કાચની પેટીમાં રાખવામાં આવી છે. રાજસ્થાનમાં તૈયાર કરવામાં આવેલી આ પ્રતિમાની કિંમત 75,000 યુએસ ડોલર આવી છે, જે ભારતીય ચલણમાં 60 લાખ રૂપિયાથી વધુ છે.
તમને જણાવી દઈએ કે બિગ બી પણ આ પ્રતિમાથી વાકેફ છે. એક અંગ્રેજી વેબસાઈટ અનુસાર, ગોપી શેઠ પહેલીવાર અમિતાભ બચ્ચનને 1991માં ન્યુ જર્સીમાં નવરાત્રીના તહેવારમાં મળ્યા હતા અને ત્યારથી તેઓ તેમના ફેન બની ગયા હતા.
આ પણ વાંચોઃ
Review: 2022 ટોયોટા અર્બન ક્રૂઝર Hyryder માં શું છે ખાસ ? ખરીદતાં પહેલા વાંચો આ રિવ્યૂ
IND vs PAK: સલમાન, જોનથી લઈને શાહરુખ સુધીના સ્ટારની આ ફિલ્મોમાં જોવા મળ્યો IND vs PAK મેચનું જુનુન
Jioનો આ પ્લાન કરાવો રિચાર્જ, Disney+ Hotstar પર ફ્રીમાં જોઇ શકશો ભારત-પાકિસ્તાનની મેચ, જાણો વિગતે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)