Athiya Shetty KL Rahul Wedding Live: ખંડાલામાં આજે આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલના લગ્ન
Athiya Shetty KL Rahul Wedding Live: સુનીલ શેટ્ટીની પુત્રી અને અભિનેત્રી આથિયા શેટ્ટી ચાર વર્ષની ડેટિંગ પછી ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્ન કરી રહી છે.
Athiya Shetty KL Rahul Wedding Live: ચાર વર્ષના રોમાંસ પછી આથિયા શેટ્ટી અને તેનો ક્રિકેટર બોયફ્રેન્ડ કેએલ રાહુલ 23 જાન્યુઆરીએ ખંડાલામાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ સુનીલ શેટ્ટીના ખંડાલામાં આવેલા ફાર્મહાઉસમાં લગ્ન કરી રહ્યા છે. ફાર્મહાઉસમાં સજાવેલા મંડપનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં મંડપ ફુલોથી સજેલો જોવા મળ્યો હતો. આ પહેલા કેએલ રાહુલના ઘરનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં તેનું રંગબેરંગી લાઇટોથી ઝગમગી રહ્યું હતું.
સુનીલ શેટ્ટીએ કહ્યું કાલે હું બંનેને લઈને આવીશ
બીજી તરફ સુનીલ શેટ્ટી રવિવારે લગ્ન સ્થળ પર પહોંચી ગયો હતો અને પાપારાઝી સાથે વાત કરતા તેણે કહ્યું, 'તમે જે પ્રેમ બતાવ્યો તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. આવતી કાલે હું આથિયા અને કે એલ રાહુલને લઈને તમને મળવા લાવીશ. આ રીતે સુનીલ શેટ્ટીએ પોતે પુષ્ટિ કરી છે કે 23 જાન્યુઆરી એટલે કે આજે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.
લગ્ન પહેલાના કાર્યક્રમમાં પરિવારના સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું હતું
આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલના વેડિંગ ફંક્શનની શરૂઆત ભવ્ય કોકટેલ પાર્ટી સાથે થઈ હતી. જોકે આ ફંક્શનમાં માત્ર તેમના પરિવારના સભ્યો અને નજીકના મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. મહેમાનોને નજીકની વૈભવી હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને તેઓ લગ્નની દરેક વિધિનો સંપૂર્ણ આનંદ માણી શકે. અને હાજરી આપી શકે. કેએલ રાહુલ અને અથિયા શેટ્ટીની હલ્દી અને મહેંદી સેરેમની રવિવારે ફાર્મહાઉસમાં થઈ હતી. આ માટે ફાર્મહાઉસને ફૂલોથી સજાવવામાં આવ્યું છે. KL રાહુલ અને આથિયા શેટ્ટી નજીકના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે આજ રોજ સાત ફેરા લેશે.
કેએલ રાહુલ અને આથિયા 2019માં મળ્યા હતા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીની પહેલી મુલાકાત વર્ષ 2019માં એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. આ પછી બંનેની વાતચીત શરૂ થઈ. થોડા સમય પછી બંને ખૂબ સારા મિત્રો બની ગયા અને ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. હવે બંને સાત ફેરા લીધા બાદ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.