શોધખોળ કરો
Advertisement
'તારક મહેતા'માંથી નીકળી ગયા બાદ પહેલીવાર બોલી નેહા મહેતા, પોતાની કાબેલિયત પર શું કહ્યું, જાણો વિગતે
આ પૉપ્યૂલર શૉની અંજિલ ભાભી ઉર્ફે નેહા મહેતાએ પહેલીવાર શૉને લઇને પ્રતિક્રિયા આપી છે. અંજલિ ઉર્ફે નેહાએ આ શૉમાં 12 વર્ષ સુધી કામ કર્યા બાદ શૉને છોડી દીધો છે, અને તેની જગ્યા એક્ટ્રેસ સુનૈના ફૌજદારે લીધી છે
મુંબઇઃ ટીવી પૉપ્યૂલર શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હાલ કેટલાક લોકપ્રિય પાત્રો બદલાઇ ગયા છે, દયા ભાભીથી લઇને ટપુ અને અંજલી ભાભી સહિતના પાત્રોએ લોકોના દિલમાં અલગ જ જગ્યા બનાવી લીધી છે. આ પૉપ્યૂલર શૉની અંજિલ ભાભી ઉર્ફે નેહા મહેતાએ પહેલીવાર શૉને લઇને પ્રતિક્રિયા આપી છે. અંજલિ ઉર્ફે નેહાએ આ શૉમાં 12 વર્ષ સુધી કામ કર્યા બાદ શૉને છોડી દીધો છે, અને તેની જગ્યા એક્ટ્રેસ સુનૈના ફૌજદારે લીધી છે.
તારક મહેતા છોડ્યા બાદ મને મારી કાબિલિયતની જાણ થઇ.......
તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં નેહાએ જણાવ્યુ કે મે હવે એક નવી ઇનિંગની શરૂઆત કરી દીધી છે. તારક મહેતા શૉ છોડ્યા બાદ મને મારી કાબેલિયતની ખબર પડી, અને મને ખબર પડી કે હું કેટલી વસ્તુઓ માટે સક્ષમ છું. નેહાએ જણાવ્યુ કે તેને હમણાં જ એક ગુજરાતી ફિલ્મનુ શૂટિંગ પુરુ કર્યુ છે, જેમાં તે એક મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. જોકે ફિલ્મ વિશે વધુ માહિતી ના આપતા તેને ફક્ત એટલુ જ બતાવ્યુ કે ફિલ્મ મહિલા પ્રધાન છે.
નોંધનીય છે કે નેહાએ પોતાની કેરિયરની શરૂઆત જી ટીવીથી કરી હતી. તેને સૌથી પહેલા ડૉલર બહુમાં કામ કર્યુ હતુ. આ પછી તેને સ્ટાર પ્લસના શૉ ભાભીમાં કામ કર્યુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion