New Year 2023 પર નિક જોનસે શેર કર્યો શાનદાર વીડિયો, બેકગ્રાઉન્ડમાં હિંદી ગીત સાંભળી ચાહકો દંગ, VIDEO
હોલિવૂડ સ્ટાર અને હિન્દુસ્તાની જમાઈ સિંગર નિક જોનાસ સોશિયલ મીડિયા પર શેર કરેલા એક વીડિયોને લઈને ચર્ચામાં આવ્યો છે.
Nick Jonas 2022 Memories Video: હોલિવૂડ સ્ટાર અને હિન્દુસ્તાની જમાઈ સિંગર નિક જોનાસ સોશિયલ મીડિયા પર શેર કરેલા એક વીડિયોને લઈને ચર્ચામાં આવ્યો છે. બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસે વર્ષ 2022ની તેમની તમામ યાદોને આવરી લેતો એક વીડિયો શેર કર્યો છે, પરંતુ વીડિયોના બેકગ્રાઉન્ડ મ્યુઝિકે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.
નિકે 2022ની ખાસ પળો શેર કરી
નિક જોનાસે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વર્ષ 2022ની તેની તમામ ઉપલબ્ધિઓ અને સુંદર યાદો સાથે જોડાયેલ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછા નથી. વીડિયો નિક જોનાસના ફેમિલી ફોટોથી ભરેલો છે, જેમાં તે પત્ની પ્રિયંકા ચોપરા અને દીકરી માલતી મેરી ચોપરા જોનાસ સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતો જોવા મળે છે. હોળી રમવાથી લઈને બીચ વેકેશન સુધી, નિકે 2022 માં તેના પરિવાર સાથેની સૌથી ખાસ પળોની ઝલક રજૂ કરી છે.
આ વીડિયોમાં ચાહકોને આ વાત પસંદ આવી છે
વર્ષ 2022ને વિદાય આપતા નિક જોનાસના આ વીડિયોમાં બીજી એક ખાસ વાત એ છે કે, નિક માલતી મેરી સાથે ચિલ કરતો જોવા મળે છે. આટલું જ નહીં, વધુ એક વસ્તુએ ચાહકોનું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું... બેકગ્રાઉન્ડ મ્યુઝિક.. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં હિન્દી ગીત 'રાતા લંબિયા' વાગી રહ્યું છે, જેને સાંભળીને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.
View this post on Instagram
શું છે વિડિયોમાં ...?
વિડિયોમાં પ્રિયંકા અને નિકની તેમની લોસ એન્જલસ હવેલીમાં હોળીની ઉજવણી, મેક્સિકોમાં તેના 40મા જન્મદિવસ પર પ્રિયંકાના બીચ ડાન્સ, માલતીને પકડી રાખતા નિકની તસવીર અને અન્ય ઘણી બધી ખાસ પળોનો સમાવેશ થાય છે. વિડીયો જોયા બાદ ચાહકો ખુશ છે.
નિકે ફની કેપ્શન આપ્યું છે
સિંગર-એક્ટર નિકે જોનાસ બ્રધર્સ મ્યુઝિક કોન્સર્ટ સાથે જોડાયેલી કેટલીક તસવીરો પણ શેર કરી છે. વીડિયો શેર કરતા નિકે કેપ્શનમાં લખ્યું, શું વર્ષ છે! આ જોવા માટે રાહ ન જોઈ શકું કે 2023 શું લઈને આવે છે....તમને બધાને નવા વર્ષની શુભકામનાઓ....."