શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બોલીવૂડની વધુ એક હોટ એક્ટ્રેસ કોરોનાની ઝપેટમાં, ટ્વિટ કરી લોકોને શું કરી અપીલ?
હાલમાં જ ચંદીગઢમાં ફિલ્મ 'જુગ જુગ જિયો'ના શૂટિંગ દરમિયાન વરુણ ધવન, નીતુ સિંહ, મનિષ પોલ તથા ડિરેક્ટર રાજ મહેતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી રકુલપ્રીત સિંહ કોરોના પોઝિટિવ આવી છે. એક્ટ્રેસ રકુલે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી આ અંગેની જાણકારી આપી હતી. રકુલે કહ્યું હતું, 'હું તમામને કહેવા માગું છું કે મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું હાલમાં ક્વૉરન્ટીન છું. મારી તબિયત સારી છે અને આરામ કરી રહી છું. વિનંતી કરું છું કે જે પણ મારા સંપર્કમાં આવ્યા હોય તે તમામ કોરોનાનો ટેસ્ટ કરાવી લે.'
કોરોના પોઝિટિવ આવ્યા પહેલાં રકુલ હૈદરાબાદમાં 'મેડે'નું શૂટિંગ કરતી હતી. ફિલ્મમાં તેની સાથે અજય દેવગન, અમિતાભ બચ્ચન છે. ફિલ્મમાં તે પાયલોટના રોલમાં જોવા મળશે. અજયે 11 ડિસેમ્બરના રોજ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. ફિલ્મ 2022માં 29 એપ્રિલે રિલીઝ થશે.
ઉલ્લેખનીય છે કે બોલિવૂડમાં ઘણા સેલેબ્સ કોરોનાની ચપેટમાં આવી ગયા હતા. હાલમાં જ ચંદીગઢમાં ફિલ્મ 'જુગ જુગ જિયો'ના શૂટિંગ દરમિયાન વરુણ ધવન, નીતુ સિંહ, મનિષ પોલ તથા ડિરેક્ટર રાજ મહેતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion