શોધખોળ કરો
સ્ક્રીન પર પહેલીવાર એકસાથે આવશે રણવીર અને કેટરીનાની જોડી, સાઇન કરી આ ફિલ્મ
કબીર ખાનની ફિલ્મ 83માં પહેલીવાર રણવીર સિંહ અપૉઝિટ કેટરીના કૈફને સિલેક્ટ કરી હતી, પણ બાદમાં દીપિકા પાદુકોણને આ રૉલ મળ્યો હતો. જોકે, હવે પહેલીવાર રણવીરની સાથે કામ કર જઇ રહી છે
મુંબઇઃ બૉલીવુડ જગતમાંથી એક મોટી ખબર સામે આવી રહી છે. કેટરીના કૈફ અને રણવીર સિંહ પહેલીવાર એકસાથે દેખાશે. આ ફિલ્મ જોયા અખ્તર ડાયરેક્ટ કરશે. આ ફિલ્મ માટે રણવીર સિંહે હા પણ પાડી દીધી છે. આમા કેટરીના કૈફ ગલ્લી બૉય સ્ટારના અપૉઝિટમાં લીડ નિભાવશે. આ ફિલ્મ ગેગસ્ટર ડ્રામા હશે, આમાં બન્ને સ્ટાર ખુબ ઇન્ટરેસ્ટિંગ હશે, બન્ને વચ્ચે રોમાંસ પણ દેખાશે. કબીર ખાનની ફિલ્મ 83માં પહેલીવાર રણવીર સિંહ અપૉઝિટ કેટરીના કૈફને સિલેક્ટ કરી હતી, પણ બાદમાં દીપિકા પાદુકોણને આ રૉલ મળ્યો હતો. જોકે, હવે પહેલીવાર રણવીરની સાથે કામ કર જઇ રહી છે. પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે, ફિલ્મ દિલ ધડકને દો અને ગલ્લી બૉયના બાદ જોયા અખ્તરની ગેન્ગસ્ટાર ડ્રામામાં રણવીર સિંહ દેખાશે. રણવીર સિંહે આ માટે પહેલા જ હા પાડી દીધી છે. રિપોર્ટ પ્રમાણે, તે તારીખોને નક્કી કરી રહ્યાં હતા કે લૉકડાઉન શરૂ થઇ ગયુ, બાદમાં પહેલા રણવીર સિંહ પહેલા નક્કી કરેલી ફિલ્મોની ડેટ નક્કી કરશે અને ત્યારબાદ જોયા અખ્તરની આગામી ફિલ્મનુ, જોયા અને કેટરીના ખુબ સારા દોસ્ત છે. જોયા પેહલા એક્ટ્રેસને આની કહાની નેરેટ કરી ચૂકી છે. તે આના માટે તરતજ તૈયાર થઇ ગઇ, સાઇન કર્યા પહેલા ફિલ્મને લઇને બધી ડીલ પર ચર્ચા કરી લેવામાં આવી છે.
વધુ વાંચો





















