Shaitaan Box Office Collection: બોક્સ ઓફીસ પર ધમાલ મચાવી રહી છે 'શૈતાન', ફિલ્મે તોડ્યો દ્રશ્યમનો રેકોર્ડ
Shaitaan Box Office Collection Day 6: અજય દેવગન અને આર માધવનની ફિલ્મ 'શૈતાન' સિનેમાઘરોમાં ધમાલ મચાવી છે. આ ફિલ્મ, જે 8 માર્ચ, 2024 ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી, તે એક એક્સ-થ્રિલર છે જેને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. '
![Shaitaan Box Office Collection: બોક્સ ઓફીસ પર ધમાલ મચાવી રહી છે 'શૈતાન', ફિલ્મે તોડ્યો દ્રશ્યમનો રેકોર્ડ shaitaan-box-office-collection-day-6-ajay-devgn-r-madhavan-film-india-net-collection-beats-drishyam Shaitaan Box Office Collection: બોક્સ ઓફીસ પર ધમાલ મચાવી રહી છે 'શૈતાન', ફિલ્મે તોડ્યો દ્રશ્યમનો રેકોર્ડ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/08/76a2a1c22098bc69a9fb4e2669c825b01709879813565274_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Shaitaan Box Office Collection Day 6: અજય દેવગન અને આર માધવનની ફિલ્મ 'શૈતાન' સિનેમાઘરોમાં ધમાલ મચાવી છે. આ ફિલ્મ, જે 8 માર્ચ, 2024 ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી, તે એક એક્સ-થ્રિલર છે જેને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. 'શૈતાન' દરેક જગ્યાએ પોતાનો દબદબો જાળવી રહી છે. તેના 6 દિવસ સાથે આ ફિલ્મે વધુ એક રેકોર્ડ તોડ્યો છે.
View this post on Instagram
સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, 'શૈતાન' એ પહેલા દિવસે 14.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા દિવસે 18.75 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 20.5 કરોડ રૂપિયા, ચોથા દિવસે 7.25 કરોડ રૂપિયા અને પાંચમાં દિવસે 6.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હવે છઠ્ઠા દિવસના પ્રારંભિક આંકડાઓ સામે આવ્યા છે, જે મુજબ ફિલ્મે અત્યાર સુધીમાં 6.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
'શૈતાન'એ 'દ્રશ્યમ'ને પછાડી
'શૈતાન'એ સ્થાનિક બોક્સ ઓફિસ પર કુલ 74.00 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે અજય દેવગણે તેની ફિલ્મ 'દ્રશ્યમ'નો રેકોર્ડ તોડી નાખ્યો છે. વર્ષ 2015માં રિલીઝ થયેલી આ ફિલ્મનું લાઈફટાઈમ કલેક્શન 67.13 કરોડ રૂપિયા છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સેમી-હિટ સાબિત થઈ હતી. જ્યારે 'શૈતાન'એ તેને 6 દિવસના કલેક્શનથી માત આપી છે. 'શૈતાન' પણ દુનિયાભરમાં સારો બિઝનેસ કરી રહી છે. આ ફિલ્મ 100 કરોડ ક્લબનો હિસ્સો બનવાની ખૂબ નજીક છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 96 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
અજય દેવગનનું વર્ક ફ્રન્ટ
અજય દેવગન પાસે હાલમાં ઘણી ફિલ્મો છે જે આ વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. મેદાન અને ઓરોં મેં કહાં દમ થા એપ્રિલમાં જ રિલીઝ થશે. આ પછી, રેઇડ 2 અને સિંઘમ અગેઇન જેવી ફિલ્મો આ વર્ષે રિલીઝ માટે તૈયાર છે. આ સિવાય તેની ફિલ્મ દે દે પ્યાર દે 2 ની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ 1 મે, 2025ના રોજ સિનેમાઘરોમાં આવશે. ફિલ્મ વિશે વાત કરીએ તો, 'શૈતાન' ગુજરાતી ફિલ્મ 'વશ'ની હિન્દી રિમેક છે જેમાં અજય દેવગન, આર માધવન, જ્યોતિકા અને જાનકી બોડીવાલા મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)