શોધખોળ કરો
Advertisement
હિન્દી ફિલ્મોનો આ વિલન 45 હજાર લોકોને ઘેરબેઠાં ભોજન પહોંચાડે છે. બીજી ચીજો પણ આપે છે, જાણો વિગત
કોરોનાવાયરસનો ભરડો મજબૂત બનતો જાય છે ત્યારે ભારતમાં સેલિબ્રિટી પોતાની રીતે લોકોને મદદ કરવા પ્રયત્ન કરી રહી છે.
મુંબઇઃ કોરોનાવાયરસનો ભરડો મજબૂત બનતો જાય છે ત્યારે ભારતમાં સેલિબ્રિટી પોતાની રીતે લોકોને મદદ કરવા પ્રયત્ન કરી રહી છે. આ સેલિબ્રિટીઝમાં હિન્દી ફિલ્મોમાં વિલનનો રોલ કરતો સોનૂ સૂદ પણ સામેલ છે. સોનું મુંબઈમાં રોજ 45 હજાર લોકોને ઘેરબેઠાં ખાવાનું પૂરું પાડે છે. સોનુએ આ પહેલાં મુંબઇના જુહુ સ્થિત પોતાની હોટલ મેડિકલ સ્ટાફ માટે ખુલ્લી મુકી દીધી છે અને હવે તેણે જરૂરીયાતમંદો માટે અન્નક્ષેત્ર ખોલ્યું છે.
સોનૂ સૂદે સ્વ. પિતા શક્તિ સાગર સૂદના નામે આ પહેલ કરી છે. મુંબઇમાં દૈનિક વેતન કમાનારા લોકો ભૂખે ન રહે તેનું ધ્યાન રાખવા સોનૂ રોજ 45 હજાર જરૂરિયાત લોકોને ભોજન કરાવે છે. આ ઉપરાંત જેમને જરૂર છે તેમને રેશનનિંગ પણ આપે છે. સોનુ ભોજન અને રાશન ડ્રાઇવને શક્તિ અન્નદાનમ કહે છે.
સોનૂએ જણાવ્યું હતું કે, હાલ આપણે બધા જ કોરોના વાયરસના જંગ સામે લડી રહ્યા છીએ. આ અત્યંત પડકારજનક અને ખરાબ પરિસ્થિતિ છે, પરંતુ આપણે તેનાથી ભાગવાના બદલે એક થઈને જરૂરિયાતોને શક્ય તમામ મદદ કરવી જોઇએ. એવા પણ લોકો છે જેમણે ઘણા દિવસોથી ભોજન કર્યું નથી. આ તેમનો ખરાબ સમય છે. આ લોકોને મદદ કરવા માટે મેં મારા પિતાના નામ પર એક વિશેષ ભોજન અભિયાન શરૂ કર્યું છે. જેને શક્તિ અન્નદાનમ કહેવાય છે. મને આશા છે કે, અધિકમાં અધિક લોકોને મદદ કરવા માટે સક્ષમ બનું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement