Surrogacy controversy: પોતાને નિર્દોષ સાબિત કરવા માટે નયનતારા અને વિગ્નેશે લગ્ન પર કર્યો ચોંકાવનારો ખુલાસો
માતા-પિતા બનવું એ વિશ્વની સૌથી મોટી ખુશીઓમાંની એક છે. સાઉથના સ્ટાર કપલ નયનતારા અને વિગ્નેશ શિવન પણ હાલમાં જ જોડિયા બાળકોના માતા-પિતા બન્યા છે.
Nayanthara Vignesh Shivan On Surrogacy: માતા-પિતા બનવું એ વિશ્વની સૌથી મોટી ખુશીઓમાંની એક છે. સાઉથના સ્ટાર કપલ નયનતારા અને વિગ્નેશ શિવન પણ હાલમાં જ જોડિયા બાળકોના માતા-પિતા બન્યા છે. જોકે, જ્યારથી તેમણે આ ખુશખબર શેર કરી છે ત્યારથી તે વિવાદમાં ફસાઈ ગયા છે. તેનું કારણ એ છે કે તેઓ સરોગસી દ્વારા માતા-પિતા બન્યા છે. આરોપ છે કે નયનતારા અને વિગ્નેશે સરોગસીની પ્રક્રિયા ગેરકાયદેસર રીતે અપનાવી છે. આ અંગે પણ તપાસ ચાલી રહી છે અને આ દરમિયાન દંપતીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
જાણો શા માટે થઈ રહ્યો છે વિવાદ
નયનતારા અને વિગ્નેશ થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા દ્વારા માતાપિતા બનવાની જાહેરાત કરી હતી. લગ્નના ચાર-પાંચ મહિના પછી જ તેઓ માતા-પિતા બન્યા ત્યારે સૌને આશ્ચર્ય થયું. પછી ખબર પડી કે બંનેએ માતા-પિતા બનવા માટે સરોગસીનો માર્ગ અપનાવ્યો છે. હાલના કાયદા મુજબ, જો કોઈ દંપતિને લગ્ન પછી પાંચ વર્ષ સુધી કોઈ સંતાન ન હોય તો સરોગસીનો આશરો લઈ શકે છે. આથી વિવાદ સર્જાયો હતો.
લગ્ન પર ખુલાસો
તાજેતરના અહેવાલ મુજબ, દંપતીએ સરોગસી પ્રક્રિયા અપનાવવા માટે કોઈ કાયદો તોડ્યો નથી અને સરકાર દ્વારા જારી કરાયેલા તમામ નિયમોનું સંપૂર્ણ પાલન કર્યું છે. અહેવાલો અનુસાર, દંપતી તરફથી તેમના બચાવમાં તમિલનાડુ આરોગ્ય વિભાગને એફિડેવિટ રજૂ કરવામાં આવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે બંનેએ છ વર્ષ પહેલા કાયદેસર રીતે લગ્ન કર્યા હતા. બંનેએ એફિડેવિટ સાથે તેમના રજિસ્ટર્ડ લગ્નનું પ્રમાણપત્ર પણ શેર કર્યું હતું.
View this post on Instagram
સરોગેટ પણ નજીકના સંબંધી છે
નયનતારા અને વિગ્નેશ શિવને એ પણ જણાવ્યું કે તેઓ જે મહિલાનો સરોગસી માટે આશરો લે છે તે નયનતારાની સગા છે. નિયમ અનુસાર, આ પ્રક્રિયામાં ફક્ત નજીકના વ્યક્તિને જ સામેલ કરી શકાય છે. 9 ઑક્ટોબરે, વિગ્નેશે ટ્વિટર દ્વારા બાળકોની તસવીરો શેર કરીને માતાપિતા બનવાની જાહેરાત કરી હતી. તેણે તસવીરોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, "મૈં અને નયન અમ્મા અને અપ્પા બની ગયા છે. અમને જોડિયા પુત્રો થયા છે."