કેમ રાકેશ રોશનના માથામાં વાળ નથી હોતા? ફિલ્મ માટે માંગેલી માનતા સાથે જોડાયેલો છે કિસ્સો
રાકેશ રોશન પણ દેખાવમાં ખૂબ જ એટ્ર્ક્ટિવ છે, પરંતુ હંમેશા રાકેશ રોશનના માથામાં વાળની ગેરહાજરી હોય છે.
Rakesh Roshan: બોલિવૂડના હેન્ડસમ એક્ટર્સની યાદીમાં ઋતિક રોશનનું (Hrithik Roshan) નામ આવે છે. ઋતિક તેના સુંદર દેખાવ માટે જાણીતો છે. તો ઋતિકના પિતા રાકેશ રોશન પણ દેખાવમાં ખૂબ જ એટ્ર્ક્ટિવ છે, પરંતુ હંમેશા રાકેશ રોશનના માથામાં વાળની ગેરહાજરી હોય છે અને હંમેશા તેઓ ટાલ સાથે જોવા મળે છે. રાકેશ રોશનની ટાલ વિશે કહેવાય છે કે તેમની આ હાલત કોઈ બીમારીને કારણે છે. જો કે તમને જણાવી દઈએ કે, આની પાછળનું કારણ બીમારી નથી પરંતુ કંઈક બીજું છે.
નોંધનીય છે કે, એક સમયે રાકેશ રોશન બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા હતા. જો કે, બાદમાં તેમણે અભિનય છોડી દિગ્દર્શન ક્ષેત્રે આવ્યા અને આજે તે બોલિવૂડના જાણીતા નિર્દેશક છે. રાકેશ રોશનના માથામાં ટાલ પડવાનું કારણ પણ ફિલ્મના ડાયરેક્શન સાથે જોડાયેલું છે.
ફિલ્મ 'ખુદગર્ઝ' સાથે જોડાયેલે છે કિસ્સોઃ
રાકેશ રોશને 1987માં ફિલ્મ 'ખુદગર્ઝ'થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી ત્યારે આ ફિલ્મની સફળતા માટે તિરુપતિએ બાલાજીના દરબારમાં માનતા માંગી હતી કે જો તેમની ફિલ્મ સફળ થશે તો તઓ માથાના વાળનું દાન કરશે.
ફિલ્મ થઈ સુપરહિટઃ
રિલીઝ થયા બાદ રાકેશ રોશનની ફિલ્મ 'ખુદગર્ઝ' સુપરહિટ સાબિત થઈ હતી. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, ફિલ્મની સફળતા બાદ તેઓ પોતાની માનતા ભૂલી ગયા હતા. જો કે, તેમની પત્નીએ તેમને તિરુપતિ બાલાજીના દરબારમાં લીધેલી માનતા યાદ કરાવી હતી, જેના પછી રાકેશ રોશને તિરુપતિ બાલાજી જઈને તેમના વાળ દાનમાં આપ્યા હતા. આ માનતા પુરી કરી અને તેની સાથે તેમણે પોતાના માથામાં ક્યારેય વાળ ન રાખવાની પ્રતિજ્ઞા લીધી. જે પછી આજ સુધી તે હંમેશા ટાલ રાખે છે.
આ પણ વાંચોઃ
Raksha Bandhan Trailer: 'રક્ષાબંધન'નું ટ્રેલર રીલીઝ, ભાઈ-બહેનના પ્રેમની સાથે જોવા મળી કોમેડી