Aindrila Sharma Dead : મનોરંજન જગત માટે માઠા સમાચાર, માત્ર 24 વર્ષની અભિનેત્રીનું નિધન
તેણીને ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ હતું. ડાબી બાજુના ફ્રન્ટોટેમ્પોરોપેરીએટલ ડી-કમ્પ્રેસિવ ક્રેનિયોટોમી સર્જરી કરવામાં આવી હતી. નવેમ્બર 14 ના રોજ અભિનેતાને ઘણી વખત કાર્ડિયાક અરેસ્ટનો સામનો કરવો પડ્યો હતો.
Shoking Entertainment Industry : છેલ્લા કેટલાક સમયથી મનોરંજન જગતને જાણે કોઈની નજર લાગી ગઈ હોય તેમ એક પછી એક માઠા સમાચાર સામે આવી રહ્યાં છે. આજે અભિનય ક્ષેત્રે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. જાણીતિ બંગાળી અભિનેત્રી એંડ્રીલા શર્માનું માત્ર 24 વર્ષની ઉંમરે નિધન થતા ગમગીની વ્યાપી જવા પામી છે.
આજે બ્રેઈન સ્ટ્રોકના કારણે રવિવારે કોલકાતાની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું. અભિનેત્રી થોડા દિવસ પહેલા જ મલ્ટીપલ કાર્ડિયાક એરેસ્ટનો ભોગ બની હતી અને ત્યારથી તે સારવાર હેઠળ હતી. આ સારવાર દરમિયાન જ તેને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો.
એંડ્રીલાને 1 નવેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેણીને ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ હતું અને તેને ડાબી બાજુના ફ્રન્ટોટેમ્પોરોપેરીએટલ ડી-કમ્પ્રેસિવ ક્રેનિયોટોમી સર્જરી કરવામાં આવી હતી. નવેમ્બર 14 ના રોજ અભિનેતાને ઘણી વખત કાર્ડિયાક અરેસ્ટનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદપ અભિનેત્રીની તબિયત લથડી હતી. આખરે એંડ્રીલાએ 20 નવેમ્બરે અંતિમ શ્વાસ લીધા હતા.
થોડા સમય પહેલા જ એંડ્રીલાનો બોયફ્રેન્ડ સબ્યસાચી ચૌધરીએ સોશિયલ મીડિયા વતી ચાહકોને અભિનેત્રીના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા વિનંતી કરી હતી. તેણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, મેં ક્યારેય વિચાર્યું ન હતું મારે આવુ લખવું પડશે. આજે દિવસ છે. એંડ્રીલા માટે પ્રાર્થના કરો. ચમત્કાર માટે પ્રાર્થના કરો. તે તમામ અવરોધો સામે લડી રહી છે.
કેન્સર સર્વાઈવર એંડ્રીલા શર્માનો જન્મ અને ઉછેર પશ્ચિમ બંગાળના બેરહામપોરેમાં થયો હતો. તેણીએ ઝુમુર સાથે ટેલિવિઝનની શરૂઆત કરી અને 'મહાપીઠ તરપીઠ', 'જીબોન જ્યોતિ' અને 'જિયોન કાથી' જેવા શોમાં અભિનય કર્યો. તે આમી દીદી નંબર 1 અને લવ કેફે જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.
અભિનેત્રી તબસ્સુમનું હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયું
તબસ્સુમને ગઈકાલે એટલે કે શુક્રવારે રાત્રે બે હાર્ટ એટેક આવ્યા હતા. તેમને સવારે 8:40 વાગ્યે પહેલો હાર્ટ એટેક આવ્યો હતો અને બીજો સવારે 8:42 વાગ્યે આવ્યો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. આજે મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એબીપી ન્યૂઝ સાથે વાત કરતા તેના પુત્ર હોશાંગ ગોવિલે કહ્યું કે તેની માતાની ઈચ્છા હતી કે તેને દફનાવતા પહેલા તેના મૃત્યુ વિશે કોઈને જણાવવામાં ન આવે.