શોધખોળ કરો
Advertisement
ઈટલીમાં ફસાઈ બોલિવૂડની આ સિંગર? વીડિયો શેર કરીને કહી મહત્વની વાત? જાણોને ચોંકી જશો
કોરોના વાયરસનો ભય ભારત સહિત સમગ્ર દુનિયમાં ફેલાયેલો છે. 21 દિવસ સુધી ભારતમાં લોકડાઉન છે. આ વચ્ચે સિંગર શ્વેતા પંડિતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
મુંબઈ: કોરોના વાયરસનો ભય ભારત સહિત સમગ્ર દુનિયમાં ફેલાયેલો છે. 21 દિવસ સુધી ભારતમાં લોકડાઉન છે. આ વચ્ચે સિંગર શ્વેતા પંડિતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તે જણાવી રહી છે કે, ઈટાલીમાં તેને શેનો સામનો કરવો પડી રહ્યો છે.
સિંગર શ્વેતા પંડિત હાલ ઈટાલીમાં છે અને ત્યાંથી તેણે એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તે જણાવી રહી છે કે, તે ત્યાં સુરક્ષિત છે. જોકે, શેનો સામનો કરી રહી છે તે અંગે પણ જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, સવારે ઊઠતાની સાથે જ એમ્બ્યુલન્સનો અવાજ સંભળાઈ છે.
શ્વેતાએ જણાવ્યું હતું કે, તે એક અઠવાડિયાથી રૂમમાંથી બહાર નીકળી નથી. જાણ નથી થતી કે ક્યારે અને કોના સાથે મળવાથી કોરોના થયો. શરદી-ઉધરસ થાય છે અને ડોક્ટર પાસે જવા પર ખબર પડે છે કે આઈસીયૂની જરૂર છે. તેણે કહ્યું હતુંકે, વાયરસ ખતરનાક છે અને ઈટાલીમાં ઘણાં લોકોનો ભોગ લીધો છે.
શ્વેતાએ કહ્યું હતું કે, તબિયત જાણવા માટે ભારતથી કોલ આવી રહ્યાં છે. આ ધીમે-ધીમે દુનિયામાં ફેલાઈ રહ્યો છે. ભારત નસીબવાળું છે, કે ત્યાં આટલી મોડી આ બીમારી પહોંચી. ચીનથી આ વાયરસ ઈટાલીમાં આટલો ભયંકર કેવી રીતે ફેલાયો તે જાણી શકાતું નથી. તેણે કહ્યું કે, ઈન્ફેક્શનની જાણ થતી નથી અને જ્યારે જાણ થાય છે ત્યારે ખૂબ મોડું થઈ જાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion