શોધખોળ કરો
Advertisement
મહાનાયક અમિતાભ બચ્ચનને ‘દાદા સાહેબ ફાળકે’ એવોર્ડની સન્માનિત કરાશે
બૉલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને ભારતીય સિનેમાનો સર્વોચ્ચ એવોર્ડ દાદા સાહેબ ફાડકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
નવી દિલ્હી: બૉલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને ભારતીય સિનેમાનો સર્વોચ્ચ એવોર્ડ દાદા સાહેબ ફાડકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગે જાણકારી આપી હતી.
પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને કહ્યું હતું કે “મહાનાયક અમિતાભ બચ્ચન ,જેમણે એક નહીં બે પેઢીઓને પ્રેરણા આપી છે. તેમને દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે પસંદગી કરવામાં આવ્યા છે. આખો દેશ અને આંતરરાષ્ટ્રીય સમુદાય ખુશ છે. તેમને મારી હાર્દિક શુભકામનાઓ.
ઉલ્લેખનીય છે કે દાદા સાહેબ ફાળકે એવોર્ડ ભારતીય સિનેમાનો સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે. આ એવોર્ડ સિનેમા ક્ષેત્રે મોટું યોગદાન આપવા અને કલા ક્ષેત્રમાં મહત્વપૂરઅણ યોગદાન આપવા બદલ આપવામાં આવે છે. આ પહેલા આ સન્માન વર્ષ 2017માં વિનોદ ખન્નાને મળ્યું હતું. તે સિવાય 2015માં ભારત કુમારના નામથી જાણીતા એક્ટર મનોજ કુમારને મળ્યો હતો. 2014માં શિશ કપૂર, 2013માં ગુલઝાર અને 2012માં પ્રણને મળી ચુક્યો છે. વર્ષ 1969માં આ સન્માન સૌથી પહેલા દેવિકા રાણીને આપવામાં આવ્યો હતો. 76 વર્ષીય અમિતાભને આ પહેલા અનેક મોટા પુરસ્કારો મળી ચુક્યા છે. જેમાં પદ્મ વિભૂષણ અને પદ્મશ્રી જેવા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. અમિતાભ બચ્ચન છેલ્લા પાંચ દાયકાથી બોલિવૂડમાં દર્શકોને મનોરંજન કરતા આવ્યા છે. તેમણે 1969માં ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી ડેબ્યૂ કર્યું હતું. તેઓને મોટા પરડા પર 1971માં આવેલી ફિલ્મ ‘આનંદ’ પરથી ઓળખાણ મળી હતી.Prakash Javadekar, Union Minister of Information & Broadcasting: Actor Amitabh Bachchan has been unanimously selected for the Dada Sahab Phalke award. (file pic) pic.twitter.com/ItJ1KxPLX8
— ANI (@ANI) September 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion