સચિનની દીકરી સારાએ મૉડલિંગમાં કર્યુ ડેબ્યૂ, જાણો કઇ બ્રાન્ડને કરી પ્રમૉટ, વીડિયો વાયરલ
સારા તેંદુલકર તેનું સ્કૂલિંગ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યું છે અને તે યુનિવર્સિટી કોલેજ લંડનની સ્નાતક છે.
મુંબઇઃ ક્રિકેટના ભગવાના માસ્ટર બ્લાસ્ટર લીઝેન્ડરી ક્રિકેટર સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકરનો નવો અવતાર જોવા મળ્યો છે, સારા હવે એક્ટિંગ કે સ્પોર્ટ્સ નહીં પરંતુ મૉડેલિંગની દુનિયામાં ડેબ્યૂ કર્યુ છે. સારાએ એક ક્લૉથિંગ બ્રાન્ડ માટે પ્રમૉશનલ વીડિયો શૂટ કર્યો છે. જે તે મૉડેલિંગ કરતી દેખાઇ રહી છે.
આ વીડિયો સારા તેંદુલકરે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી શેર કર્યો હતો. આ વીડિયોને શેર કર્યાના એક દિવસ બાદ સારાએ આ બ્રાન્ડ માટે મૉડેલિંગ કરતી પોતાની કેટલીક ગ્લેમરસ તસવીરો પણ શેર કરી હતી. સારા તેંડુલકરની આ તસવીરોમાં સારાના નવા અવતારને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
સારા સાથે બીજુ કોણ છે વીડિયોમાં-
આ કપડાની બ્રાન્ડને પ્રમોટ કરવા માટે સારા તેંદુલકરે અભિનેત્રીઓ બનિતા સંધુ અને તાનિયા શ્રોફ સાથે મોડેલિંગની શરૂઆત કરી. પ્રમોશનલ વીડિયોમાં આ ત્રણેય એકસાથે પોઝ આપતા જોવા મળે છે. આ સાથે જ સારા તેંદુલકરે હવે મોડલિંગમાં કારકિર્દી બનાવવા સંપૂર્ણપણે પ્રયાસો શરૂ કરી દીધા છે.
સારા તેંદુલકર તેનું સ્કૂલિંગ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યું છે અને તે યુનિવર્સિટી કોલેજ લંડનની સ્નાતક છે.
View this post on Instagram
India Corona Cases: દેશમાં સતત બીજા દિવસે વધ્યા કોરોના કેસ, રસીકરણનો આંકડો 130 કરોડને પાર
Bipin Rawat Death: CDS રાવત અને તેમના પત્નીના શુક્રવારે કરાશે અંતિમ સંસ્કાર
Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં રાજ્યના આ શહેરમાં નોધાયા કોરોનાના નવા 23 કેસ
જનરલ બિપિન રાવત પહેલા આ જાણીતી હસ્તીઓનું પણ હવાઇ દુર્ઘટનામાં થયું છે કરુણ મોત
રાજ્યના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે આવ્યા મોટા સમાચાર, આ વિષયોના પેપર્સ બોર્ડ કાઢશે