દીપિકાએ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, રણબિર સાથેના બ્રેકઅપ બાદ તે સંપૂર્ણ રીતે ભાંગી પડી હતી. રડી-રડીને તેના હાલ બેહાલ થઈ ગયા હતા. એકલતાથી બચવા તેણે પોતાની જાતને કામમાં વ્યસ્ત રાખી હતી. સંબંધ તૂટ્યા બાદ તેને સમજાયું કે કોઈપણ વ્યક્તિ સાથે આટલું અટેચ થવું જોઈએ નહીં. આ ઈન્ટરવ્યૂમાં દીપિકાએ સેક્સ અંગે પણ પોતાના વિચારો જાહેર કર્યા હતા. તેણે કહ્યું હતું, "મારા માટે સેક્સ માત્ર ફિઝિકલ થવું નથી. તેમાં લાગણી પણ જોડાય છે. મેં રિલેશનશિપમાં રહીને કોઈને દગો આપ્યો નથી ના જ કોઈના ઉશ્કેરવા પર ઉશ્કેરાઈ છું."
2/4
રણબિર કપૂર તથા દીપિકા પાદુકોણ વચ્ચે 2007માં સંબંધો હતો. આ સંબંધો દરમિયાન દીપિકાએ રણબિર કપૂરના નામનું RKનું ટેટુ બનાવડાવ્યું હતું. જોકે, રણબિર-દીપિકાનાં સંબંધોનો બે વર્ષમાં જ અંત આવ્યો હતો. અલબત્ત, ત્યારથી જ આ ટેટુને લઈને અવાર-નવાર અટકળો થતી જોવા મળતી હતી. દીપિકાએ બ્રેક-અપ થયા બાદ પણ આરકે ટેટુ દૂર કર્યું નહોતું.
3/4
મુંબઈઃ બોલિવૂડની મસ્તાની દીપિકા પાદુકોણે 14-15 નવેમ્બરે ઇટાલીમાં રણવીર સિંહની સાથે લગ્ન કર્યા છે. આ મેરેડિ કપલ જ્યારે લગ્ન કરીને ભારત પરત ફર્યું તો એરપોર્ટ પર એક ખાસ વસ્તુ નોટિસ કરવામાં આવી છે. દીપિકાએ પોતાની ગર્દન પર બનેલ RK ટેટૂ હટાવી દીધું છે.
4/4
2013માં 'રામલીલા'ના શૂટિંગ દરમિયાન દીપિકા તથા રણવિર એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતાં. દીપિકા અને રણવિર વચ્ચે સીરિયસ રિલેશનશીપ હોવા છતાંય એક્ટ્રેસે પોતાની ગરદન પર રહેલું આરકેનું ટેટુ હટાવ્યું નહોતું.