જોકે, રોકે આ વાત મજાકમાં કરી હતી, પરંતુ આ વાત સાચી છે અને પ્રિયંકાની મુલાકાત આ બે ફિલ્મોના શૂટીંગ બાદ જ શરૂ થઈ અને હવે રોકના આ બે સાથી કલાકાર એક બીજા સાથે સંબંધમાં છે અને હવે ટુંક સમયમાં બંને લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અન્ય એવા સમાચાર પણ આવી રહ્યા છે કે, ડ્વેન જોનસન એટલે કે રોક બંનેના લગ્નમાં સામેલ થવા પણ આવી શકે છે.
2/6
આ દિવસોમાં ફિલ્મોની કાસ્ટ અને ક્રૂ ને રોકને સમય સાથે મળવું પડતું હતું. જ્યાં બેવોચમાં પ્રિયંકા રોકની સાથે હતી, જ્યારે ઝુમાંજીમાં નિક જોનાસ રોક સાથે કામ કરી રહ્યો હતો. હવે આ બંને ફિલ્મોની શૂટીંગ કેટલીક વખત એક જ સ્ટુડીયોમાં થઈ. રોકે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું પણ છે કે, જો તે બંને એક સાથે ખુશ છે તો હાં, આ મે જ કર્યું છે.
3/6
જોકે મીડિયા અહેવાલ અનુસાર આ બંનેની મુલાકાતનું કારણ છે WWEનો પહેલવાન ડ્વેન જોનસન જે The Rockના નામથી ઓળખવામાં આવે છે. વર્ષ 2017માં રોકની બે મોટી ફિલ્મો રિલીઝ થઈ, જેમાં એક હતી 'ઝુમાંજી - વેલકમ ટૂ ધ જંગલ' અને બીજી 'બેવોચ'.
4/6
આ બન્ને પ્રથમ વખત એક સ્ટેડિયમમાં મળ્યા હતા જોકે આ બંને વચ્ચે વાતો-મુલાકાત તો પહેલાથી જ ચાલી રહી હતી. ક્યારેક રેડ કાર્પેટ તો ક્યારેક નિક જોનાસના ભાઈના બર્થ ડે પર અને ક્યારેક કોઈ પાર્ટીમાં બંને સાથે જોવા મળતા હતા. પરંતુ એ કહેવું મુશ્કેલ છે કે, નિક અને પ્રિયંકાને આખરે મેળવ્યા કોણે?
5/6
ઘણાં લાંબા સમયથી ચર્ચામાં રહેલ પ્રિયંકા અને નીકની પ્રેમ કહાની જાણવામાં પણ લોકોની ઉત્સુક્તા વધી રહી છે, કારણ કે, કોઈને પણ આ બંને વચ્ચે કેવી રીતે પરિચય થયો તે મુદ્દે નથી જાણતા.
6/6
મુંબઈઃ પ્રિયંકા ચોપરા અને નિક જોનસ લગ્ન માટે જોધપુર પહોંચી ગયા છે. આગામી 2-3 ડિસેમ્બરે બન્ને લગ્ન કરશે. જોધપુરના ઉમેદ ભવનમાં બંનેના શાહી લગ્ન થવા જઈ રહ્યા છે જેની ધામધૂમથી તૈયારીઓ થઈ રહી છે.