શોધખોળ કરો
એક સપ્તાહ પહેલા જ રિલીઝ કરાશે ઈમરાન હાશમીની ફિલ્મ 'ચીટ ઈન્ડિયા', જાણો કારણ
1/3

ઈમરાનની ફિલ્મ 25 જાન્યુઆરીના રિલીઝ થવાની હતી પરંતુ હવે તે 18 જાન્યુઆરીના રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન ગુલાબી ગેંગના ડાયરેક્ટર શૌમિક સેને કર્યું છે. ફિલ્મમાં શ્રેયા ધનવન્તરી બોલીવૂડમાં ડેબ્યુ કરી રહી છે. કાસ્ટિંગમાં ઘણી ઓડિશન બાદ 40 થિયેટર આર્ટીસ્ટને સામેલ કરવામાં આવ્યા છે. ફિલ્મું શુટીંગ સપ્ટેમ્બરમાં પૂર્ણ થયું હતું.
2/3

આ વર્ષે 2019ના પ્રથમ મહિનામાં કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકા રિલીઝ માટે તૈયાર છે. જ્યારે નવાઝુદ્દીની બાલાસાહેબ ઠાકરેના જીવન પર બનેલી ફિલ્મ પણ આ ફિલ્મની આસપાસ રિલીઝ થશે. આ બંને ફિલ્મો રિપબ્લિક ડે પર રિલીઝ થઈ રહી છે. આ કારણે ઈમરાન હાશમીની ફિલ્મ ચીટ ઈન્ડિયાને પહેલા રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Published at : 04 Jan 2019 04:56 PM (IST)
Tags :
Emraan HashmiView More





















