શોધખોળ કરો
Advertisement
Box Office પર ફિલ્મ 'વૉર'નો વધુ એક રેકોર્ડ, કમાણી 8 દિવસમાં 225 કરોડને પાર
ઋતિક રોશન અને ટાઈગર શ્રોફની ફિલ્મ 'વૉર'ની કમાણી સતત ચાલુ છે. ફિલ્મે રિલીઝના આઠમાં દિવસે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે.
મુંબઈ: ઋતિક રોશન અને ટાઈગર શ્રોફની ફિલ્મ 'વૉર'ની કમાણી સતત ચાલુ છે. ફિલ્મે રિલીઝના આઠમાં દિવસે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. ફિલ્મ વૉરે આઠમાં દિવસે 11.20 કરોડની કમાણી કરી છે. આ કમાણી મળીને ફિલ્મની કુલ કમાણી 219.25 કરોડ પહોંચી છે.
ફિલ્મ રિલીઝના પ્રથમ દિવસે જ 50 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. ત્રણ દિવસમાં 100 કરોડ, પાંચ દિવસમાં 150 કરોડની કમાણી કરી હતી. ફિલ્મે સાતમાં દિવસે 200 અને આઠમાં દિવસે 225 કરોડનો આંકડો પાર કર્યો છે. ફિલ્મ દરરોજ નવા રેકોર્ડ બનાવે છે. આ ફિલ્મ ઋતિક રોશન અને ટાઈગર શ્રોફના કેરિયરની પણ સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મ છે. યશરાજ બેનર હેઠળ બનેલી આ પાંચમી ફિલ્મ છે જેણે માત્ર ત્રણ જ દિવસોમાં 100 કરોડનો આંકડો પાર કરી દીધો છે. ચાલુ વર્ષે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ત્રીજા નંબરે પહોંચી ગઈ છે. આ ફિલ્મ આ વર્ષની સૌથી ઝડપી 200 કરોડના ક્લબમાં એન્ટ્રી કરનાર ફિલ્મ બની ગઈ છે. આ પહેલા ‘કબીર સિંહે’ 13માં દિવસ જ્યારે ‘ભારત’ 14માં દિવસે 200 કરોડની કમાણીનો આંકડો પાર કર્યો હતો. સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનેલી વૉર માં ઋતિક અને ટાઈગર વચ્ચે ધમાકેદાર એક્શન સીન્સ ફિલ્માવામાં આવ્યા છે. આ ફિલ્મમાં વાણી કપૂર પણ મહત્વની ભૂમિકા ભજવી છે.#War [#Hindi] Wed 51.60 cr, Thu 23.10 cr, Fri 21.30 cr, Sat 27.60 cr, Sun 36.10 cr, Mon 20.60 cr, Tue 27.75 cr, Wed 11.20 cr. Total: ₹ 219.25 cr. Including #Tamil + #Telugu: ₹ 228.55 cr. #India biz.
— taran adarsh (@taran_adarsh) October 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગાંધીનગર
લાઇફસ્ટાઇલ
અમદાવાદ
Advertisement