શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આપવીતી જણાવતાં કોર્ટમાં રડી પડી આ જાણીતી એક્ટ્રેસ, કહ્યું- મારા ઘરે આવ્યો ને મારા પર ચઢી ગયો અને પછી....
સ્કીયેરાએ કહ્યું હતું કે 1993-94ના શિયાળામાં મેનહટ્ટનના ગ્રામેસી પાર્ક વિસ્તારમાં આ ઘટના બની હતી.
નવી દિલ્હીઃ હોલિવૂડ શો The Sopranosની એક્ટ્રેસ એનાબેલા સ્કીયરાએ ગુરુવારે કોર્ટમાં રડતા રડતા કહ્યું કે, પૂર્વ હોલિવૂડ ફિલ્મ પ્રોડ્યૂસર હાર્વે વેન્સ્ટીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. વેન્સીટનના ટ્રાયલ દરમિયાન પોતાની જુબાનીમાં એનાબેલાએ ખુલાસો કર્યો કે કેવી રીતે 1900માં હાર્વેએ તેના ન્યૂયોર્કવાળા એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે જબરદસ્તીથી ઘુસી આવ્યો હતો અને તેની સથે જબરદસ્તી કરવા લાગ્યો હતો. તે સમયે એનાબેલા નાઈટી ગાઉનમાં હતી.
59 વર્ષની એનાબેલાએ કહ્યું હતું કે ‘એ એટલો બિહામણો હતો કે મારૂં આખું શરીર કાંપી ગયું હતું. મને તો ખબર જ ના પડી કે શું ચાલી રહ્યું છે.
સ્કીયરાએ કોર્ટમાં હાથ જોડીને પોતાના પર જે વિતી હતી તે આખી વાત કહી સંભળાવી હતી. આરોપીના વકીલે પૂછેલા એક સવાલના જવાબમાં કહ્યું હતું કે ‘એ મારા પર ચઢી ગયો હતો અને બળાત્કાર કર્યો હતો’.
સ્કીયેરાએ કહ્યું હતું કે 1993-94ના શિયાળામાં મેનહટ્ટનના ગ્રામેસી પાર્ક વિસ્તારમાં આ ઘટના બની હતી. વેઇન્સટને બિઝનેસ ડિનર પછી તેને ઘર સુધી મૂકી જવાની ઓફર અને તેના ઘર સુધી ગયા પછી બળાત્કાર કર્યો હતો.
જાતીય શોષણ પછી આ અભિનેત્રી આઘાત સહન કરી શકી ન હતી. તેણે ખૂબ વધારે દારૂ પીવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં બળાત્કારની ઘટના પછી એ એટલી હતાશ બની ગઇ હતી કે ક્યારે પોતાની જાતને જ બચકા ભરી લેતી હતી. 2017માં એણે આ વાત એટલા માટે જાહેર કરી ન હતી કે તેના જીવ પર જોખમ હતું.
એણે કહ્યું હતું કે મેં પોલીસમાં ફરીયાદ એટલા માટે કરી ન હતી કે જે વ્યક્તિએ બળાત્કાર કર્યો હતો તેને હું સારી રીતે ઓળખતી હતી. અભિનેત્રીએ બળત્કારીથી પીછો છોડવવા અનેક પ્રયાસો કર્યો હતા, પરંતુ 1997માં કાન્સ ફિલ્મોત્સવ દરમિયાન એ હોટલના રૂમ સુધી પહોંચી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે મીટુ ઝુંબેશમાં હાર્વે વેસ્ટેઇન પર આરોપ લગાડનાર સ્કીયરા પ્રથમ મહિલા અને પિડીતા હતી. કેસની સુનાવણી વખતે આરોપી 67 વર્ષના વેસ્ટેઇન લોકો સાથે નજર મેળવી શકતો નહતો. ઉલ્લેખનીય છે કે 80 કરતાં વધુ મહિલાઓએ વેઇન્સટન પર બળાત્કારના આરોપો લગાડયા હતા જેમાં પ્રખ્યાત અભિનેત્રી એન્જેલીના જોલીનો પણ સમાવેશ થાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion